Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતના ભૂતિયા ડિમોલિશનનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો:મનપા, પોલીસ કમિશનર અને SOG ડેપ્યુટી કમિશનર સામે અરજી, અરજદારને પોતાનું મકાન તૂટવાનો ડર

    1 week ago

    ગુજરાત હાઇકોર્ટમાં સુરતના નાસિરનગરથી અરજદાર શેખ હુસૈન અજીજે એડવોકેટ ઝમીર શેખ મારફતે અરજી દાખલ કરી છે. આ અરજીમાં ગુજરાત રાજ્ય, સુરત મહાનગરપાલિકા, સુરત પોલીસ કમિશનર, SOG ડેપ્યુટી કમિશનરને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. 35 વર્ષથી પરિવાર સાથે રહેતા હોવાનો દાવો અરજદારે સુરતના વેડ દરવાજા સ્થિત નાસિરનગર વસ્તીમાં છેલ્લા આશરે 35 વર્ષથી તેમના પરિવાર સાથે રહે છે. અરજદારના જન્મ પહેલાં તેમના પિતા પણ આ જ જગ્યા પર રહેતા હતા. તેઓ સુરત મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવતો પ્રોપર્ટી ટેક્સ પણ નિયમિતપણે ભરે છે, જેના પુરાવા તરીકે વર્ષ 1996, 2011 અને 2018 ની મિલકત વેરાની રસીદો તેમજ વર્ષ 2006નું ટોરેન્ટ પાવરનું વીજળી બિલ અરજી સાથે સામેલ કરવામાં આવ્યું છે. 'કોઈપણ જાતની પૂર્વ સૂચના કે નોટિસ વિના ડિમોલિશન કર્યું' અરજદારે કહ્યું છે કે, તારીખ 29 મે, 2026ના રોજ સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ કાફલાએ કોઈપણ જાતની પૂર્વ સૂચના કે નોટિસ આપ્યા વિના નાસિરનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરી દીધી હતી. 02 જૂન, 2026 સુધીમાં ત્યાં આશરે 150 જેટલાં મકાનો તોડી પાડવામાં આવ્યા છે. અરજદારને પોતાનું મકાન તૂટવાનો ડર અરજદારને ડર છે કે, અન્ય મકાનોની જેમ તેમનું મકાન પણ તોડી પાડવામાં આવશે. વધુમાં, પોલીસ તંત્ર દ્વારા સ્થાનિક રહીશોને એવી ધમકી આપવામાં આવી રહી છે કે જો તેઓ આ ડિમોલિશનની કામગીરીમાં અવરોધ ઊભો કરશે, તો તેમની સામે ગુનાહિત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નાસિરનગરમાં આશરે 250 થી વધુ પરિવારો રહે છે અને આ કામગીરીથી તેઓ બેઘર થઈ જશે. 'કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને મૂળભૂત હકોનો ભંગ થયો' અરજદારે જણાવ્યું છે કે, ભારતીય બંધારણ મુજબ કાયદાની યોગ્ય પ્રક્રિયા વિના કોઈપણ વ્યક્તિને તેની મિલકતથી વંચિત કરી શકાય નહીં. નોટિસ કે સાંભળવાની તક ન આપીને કુદરતી ન્યાયના સિદ્ધાંતો અને મૂળભૂત હકોનો ભંગ થયો છે. આ પણ વાંચો: 'ભૂતે' 100 મકાન તોડ્યા તેમાં SMC કનેક્શન 'આ કેસમાં આ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી' જો આ જમીનને સરકારી કે જાહેર જગ્યા ગણવામાં આવે તો પણ ધ ગુજરાત પબ્લિક પ્રીમિસિસ એક્ટ, 1972ની કલમ 4 હેઠળ સક્ષમ અધિકારી દ્વારા રહીશોને લેખિતમાં શો કોઝ નોટીસ આપવી અને ઓછામાં ઓછા 10 દિવસનો સમય આપવો ફરજિયાત છે, જે આ કેસમાં કરવામાં આવ્યું નથી. 'વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના તોડફોડ કરવી ગેરકાયદેસર' ધ ગુજરાત સ્લમ એરિયાઝ એક્ટ, 1973ની કલમ 44 મુજબ પણ કોઈપણ મકાનમાં પ્રવેશતા પહેલાં કબજેદારને ઓછામાં ઓછી 24 કલાકની લેખિત નોટિસ આપવી અનિવાર્ય છે. આ વિવાદિત જમીન સરકારની વર્ષ 2013ની પુનર્વસન નીતિ હેઠળ આવરી લેવાયેલી છે. તેથી વૈકલ્પિક રહેઠાણની વ્યવસ્થા કર્યા વિના આ પ્રકારે તોડફોડ કરવી ગેરકાયદેસર છે. આ પણ વાંચો: DCP નકુમ-SMCના અધિકારીઓની હાજરીમાં 'ભૂતે' 100 મકાન તોડી પાડ્યા 'ડિમોલિશનની કામગીરી પર તાત્કાલિક સ્ટે આપવામાં આવે' અરજદારે હાઈકોર્ટ સમક્ષ માંગ કરી છે કે સુરતના નાસિરનગર ખાતે 2મે, 2026થી ચાલી રહેલી ગેરકાયદેસર ડિમોલિશનની કામગીરી પર તાત્કાલિક સ્ટે આપવામાં આવે. સામા પક્ષકારોને ધ ગુજરાત પબ્લિક પ્રીમિસિસ એક્ટ, 1972ની જોગવાઈઓનું કડક પાલન કરવાનો આદેશ આપવામાં આવે. ગુજરાત સરકાર વર્ષ 2013 ના ઠરાવ મુજબ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ ફાળવવાનો આદેશ કરવામાં આવે. પોલીસ સત્તાવાળાઓને આવી ગેરકાયદેસર તોડફોડની કામગીરી માટે મ્યુનિસિપલ કોર્પોરેશનને પોલીસ પ્રોટેક્શન ન આપવા માટે નિર્દેશ જાહેર કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    નાયક સમાજ દ્વારા ભવાઈના ભવ્ય કાર્યક્રમનું આયોજન:અમદાવાદમાં શનિવારની રાત્રે ગણપતિથી લઈને મહાકાળી માતાના વેશે આકર્ષણ જમાવ્યું
    Next Article
    વસ્તી ગણતરીમાં શિક્ષકોને પડતી મુશ્કેલી મામલે કલેક્ટરને રજૂઆત:સુરેન્દ્રનગર મહાસંઘે ગણતરીદારો, સુપરવાઈઝરો માટે વધારાના કર્મચારી, નકશા સુધારાની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment