Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાદાનગરમા શખસે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરીને વાહનમાં તોડફોડ કરી:બે વર્ષ પહેલાં શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યાની અદાવત

    1 week ago

    ભાવનગરના હાદાનગર વિસ્તારમાં આવેલી સ્નેહમિલન સોસાયટીમાં ગત(7 જૂન) મોડી રાત્રિએ અગાઉની પોલીસ ફરિયાદની અદાવત રાખીને એક શખ્સે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ વૃદ્ધના ઘર બહાર પાર્ક કરેલી કાર, દુકાનનું શટર અને સીસીટીવી કેમેરા સહિતની મિલકતોમાં તોડફોડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે ભોગ બનનાર વૃદ્ધે બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બે વર્ષ પહેલાં પોલીસ ફરિયાદની અદાવતામાં વૃદ્ધ પર હુમલો સ્નેહમિલન સોસાયટીના પ્લોટ નંબર 64/બીમાં રહેતા અને ઘર પાસે જ કરિયાણાની દુકાન ચલાવતા 60 વર્ષીય વૃદ્ધ સતારભાઈ અબ્રાહમભાઈ ઉચડીયાએ આજ વિસ્તારના સાબિર છોટુભાઈ ચુડેસરા વિરુદ્ધ બે વર્ષ પહેલાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ જ વાતની દાઝ રાખીને આરોપી સાબિર ગતરોજ રાત્રે હાથમાં લોખંડની પાઈપ લઈને સતારભાઈના ઘર બહાર આવ્યો હતો અને મોટા અવાજે અપશબ્દો બોલવા લાગ્યો હતો. કાર, દુકાનનું શટર અને સીસીટીવી કેમેરા સહિતની મિલકતોમાં તોડફોડ જ્યારે સતારભાઈએ તેને ગાળો બોલવાની ના પાડી, ત્યારે ઉશ્કેરાયેલા સાબિરે ઘર બહાર પાર્ક કરેલી કારમાં તોડફોડ કરી હતી. આ ઉપરાંત, તેણે કરિયાણાની દુકાનના શટર પર પાઈપના ઘા ઝીંક્યા હતા, બાથરૂમની પાઈપ તોડી નાખી હતી તેમજ સીસીટીવી કેમેરા અને ઘરનો દરવાજો તોડવાનો પ્રયત્ન કર્યો હતો. આટલેથી ન અટકતા, આરોપી પાઈપ લઈને વૃદ્ધને મારવા દોડ્યો હતો અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ફરિયાદ નોંધાઈ આ હિંસક ઘટના અંગે સતારભાઈની ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે આરોપી સાબિર છોટુભાઈ ચુડેસરા સામે BNS કલમ 352, 324(4), 351(3) તથા જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોડાસા સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો:હોસ્પિટલ પાસેથી ₹2.39 લાખનો દારૂ ઝડપાયો, વર્ગ-4ના કર્મચારીની ધરપકડ
    Next Article
    અમદાવાદમાં ભક્તામર મંત્ર જાપ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ:પાલડી ખાતે 53 દિવસીય આયોજન 8 જૂનથી શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment