Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડાસા સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો:હોસ્પિટલ પાસેથી ₹2.39 લાખનો દારૂ ઝડપાયો, વર્ગ-4ના કર્મચારીની ધરપકડ

    1 week ago

    મોડાસા શહેરની પ્રતિષ્ઠિત સાર્વજનિક હોસ્પિટલ પાસેથી ગત 5 જૂનના રોજ દારૂ ભરેલી કાર ઝડપાઈ છે. પોલીસે હોસ્પિટલના જ એક વર્ગ-4ના કર્મચારીને દારૂના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. મોડાસા ટાઉન પોલીસને બાતમી મળી હતી કે સાર્વજનિક હોસ્પિટલનો વર્ગ-4નો કર્મચારી યોગેશ કલાસવા નોકરીની સાથે દારૂ વેચવાનું કામ પણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે હોસ્પિટલ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન હોસ્પિટલ પાસે એક સ્વિફ્ટ કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તલાશી લેતા કારમાંથી ₹2.39 લાખની કિંમતનો 17 પેટી બિયરનો જથ્થો મળી આવ્યો હતો. દારૂ સાથે ઝડપાયેલ કર્મચારી યોગેશ કલાસવા સાર્વજનિક હોસ્પિટલમાં જ ફરજ બજાવતો હોવાનું સામે આવ્યું છે. આ હોસ્પિટલ સાબરકાંઠા, અરવલ્લી અને રાજસ્થાનના દર્દીઓ માટે જાણીતી છે. પોલીસે દારૂ ભરેલી કાર સહિત આરોપી યોગેશ કલાસવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા માટે ભાજપના ચારેય ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યા:કોઈ મોટો ઉલટફેર થાય નહીં તો ચારેય બેઠક પર જીત નિશ્ચિત, ઈતિહાસમાં પ્રથમવાર કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય
    Next Article
    હાદાનગરમા શખસે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરીને વાહનમાં તોડફોડ કરી:બે વર્ષ પહેલાં શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યાની અદાવત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment