Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ભક્તામર મંત્ર જાપ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ:પાલડી ખાતે 53 દિવસીય આયોજન 8 જૂનથી શરૂ

    1 week ago

    અમદાવાદના પાલડી ખાતે 53 દિવસીય ભક્તામર મંત્ર જાપ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ થયો છે. જૈન ધર્મના આધ્યાત્મિક વાતાવરણને મજબૂત કરવાના હેતુથી આ આયોજન કરવામાં આવ્યું છે. આ અનુષ્ઠાન 7 જૂન, 2026 થી શરૂ થઈને 29 જુલાઈ, 2026 સુધી ચાલશે. આ મહાઅનુષ્ઠાનના ભાગરૂપે, 8 જૂન, 2026 ના રોજ તારા-શાંતિ સોરઠ સાંસ્કૃતિક હોલ ખાતે ભક્તામર મંત્ર જાપ સાધના અનુષ્ઠાન યોજાયું હતું. આ કાર્યક્રમ સવારે 9:00 થી 10:30 વાગ્યા દરમિયાન સંપન્ન થયો હતો. આ સમગ્ર મહાઅનુષ્ઠાન સાધ્વી ભગવંત દિપ્તીપ્રજ્ઞાશ્રીજી મ.સા. અને સાધ્વી ભગવંત ચિંતનપ્રજ્ઞાશ્રીજી મ.સા.ના આશીર્વાદ અને નિશ્રામાં યોજાઈ રહ્યું છે. પ્રવચનપ્રભાવક મુનિરાજ હર્ષબોધિવિજયજી મહારાજ સાહેબનું માર્ગદર્શન પણ ઉપલબ્ધ છે. જૈન અનુષ્ઠાન ક્ષેત્રે જાણીતા પંડિતવર્ય નિરંજન ગુરુજીના માર્ગદર્શન હેઠળ આ આયોજન કરાયું છે. આયોજકોએ મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓને આ 53 દિવસીય મહાઅનુષ્ઠાનમાં ઉપસ્થિત રહી ભક્તામર મંત્ર સાધનાનો લાભ લેવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હાદાનગરમા શખસે વૃદ્ધ પર હુમલાનો પ્રયાસ કરીને વાહનમાં તોડફોડ કરી:બે વર્ષ પહેલાં શખસ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કર્યાની અદાવત
    Next Article
    પ્રેમજાળમાં ફસાવી હિન્દુ અને જૈન યુવતીઓને લંડન ભેગી કરાઈ:વલસાડના એજ્યુકેશન લોનના બહાને વિઝા-પાસપોર્ટ બનાવાયા, વિદેશમાં ધર્માંતરણ કરાયું, હિન્દુ સંગઠનોમાં આક્રોશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment