Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેમજાળમાં ફસાવી હિન્દુ અને જૈન યુવતીઓને લંડન ભેગી કરાઈ:વલસાડના એજ્યુકેશન લોનના બહાને વિઝા-પાસપોર્ટ બનાવાયા, વિદેશમાં ધર્માંતરણ કરાયું, હિન્દુ સંગઠનોમાં આક્રોશ

    1 week ago

    દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર સરહદે ઉમરગામ તાલુકામાં હિન્દુ અને જૈન સમાજની યુવતીઓના ધર્માંતરણનો બે કિસ્સા સામે આવ્યા છે. ઉમરગામના સંજાણ અને આસપાસના વિસ્તારોમાંથી અન્ય ધર્મના યુવકો દ્વારા યુવતીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. તેમના પાસપોર્ટ અને વિઝા તૈયાર કરાવી સીધી લંડન મોકલી ત્યાં લગ્ન કરી લેવાના ચોંકાવનારા કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ ગંભીર બાબતને લઈને ભાજપ પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી, વિશ્વ હિન્દુ પરિષદ (VHP), બજરંગદળ, રાષ્ટ્રીય સ્વયં સેવક(RSS) અને હિન્દુ-જૈન સમાજના અગ્રણીઓએ વલસાડ જિલ્લા પોલીસ વડા (SP)ને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું છે અને કડક કાર્યવાહીની માગ કરી છે. ગુજરાતમાં કાયદો કડક થતાં મોડસ ઓપરેન્ડી બદલાઈ અગાઉ આવા તત્વો યુવતીઓને ફોસલાવીને સ્થાનિક સ્તરે અથવા કોર્ટ મેરેજ કરી લેતા હતા. જોકે, ગુજરાત વિધાનસભામાં લવ મેરેજ માટે માતા-પિતાની સહી અને 1 મહિનાની નોટિસ ફરજિયાત કરતો કાયદો આવતા જ આ આખી સ્ટ્રેટેજી બદલવામાં આવી છે. હવે ગુજરાતના કાયદાથી બચવા માટે યુવતીઓને મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં લઈ જઈને લગ્ન કરાવી દેવાય છે. સંજાણ-ઘોલવડની યુવતીઓને લંડન મોકલાઈ હવે આંતરરાષ્ટ્રીય સ્તરનું નેટવર્ક ઊભું કરીને એજ્યુકેશન લોન અપાવવાના બહાને પાસપોર્ટ-વિઝા કરાવીને યુવતીઓને સીધી લંડન મોકલી દેવામાં આવે છે અને ત્યાં જઈને લગ્ન કરાવી ધર્માન્તરણ કરાય છે. છેલ્લા 6 મહિનામાં સંજાણ અને ઘોલવડની 2 યુવતીઓને આ જ રીતે લંડન મોકલી દેવાઈ હોવાનો ખુલાસો થયો છે. આ પ્રેમ નથી, પૂર્વ આયોજિત કારસ્થાન છે: સોનલબેન સોલંકી સમગ્ર મામલે પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકીએ જણાવ્યું હતું કે, આ કોઈ પ્રેમ કે સામાજિક જીવનનો ભાગ નથી, પરંતુ ચોક્કસ સમાજની યુવતીઓને ટાર્ગેટ કરવાનું એક પૂર્વ આયોજિત ષડયંત્ર છે. ગુજરાતમાં કાયદો કડક થતાં જ વિદેશ ભગાડી જવાની નવી મોડસ ઓપરેન્ડી અપનાવવામાં આવી છે. હજુ પણ ઘણી યુવતીઓ તેમના ટાર્ગેટ પર હોઈ શકે છે, જેથી તમામ માતા-પિતા અને સમાજે જાગૃત થવાની જરૂર છે. બ્રેઈન વોશની આશંકાથી હિન્દુ સંગઠનો આક્રમક VHP અગ્રણી દિનેશ નાહરે જણાવ્યું કે, દહાણુંથી વાપી સુધીના સમગ્ર જૈન અને હિન્દુ સમાજ માટે આ ચિંતાનો વિષય બન્યો છે. યુવતીઓ માતા-પિતાની સાથે જ રહેતી હોવા છતાં તેમનું એવું બ્રેઈન વોશ કરવામાં આવે છે કે પરિવારને તેની ગંધ સુધ્ધાં આવતી નથી. આમાં કોઈ ચોક્કસ નેટવર્ક કે અન્ય પ્રવૃત્તિઓ કામ કરી રહી હોવાની આશંકા છે. હિન્દુ સંગઠનોએ ચેતવણી આપી છે કે જો આ પ્રકારની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ નહીં થાય અને કડક પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. પોલીસે પણ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરવાની ખાતરી આપી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ભક્તામર મંત્ર જાપ મહાઅનુષ્ઠાનનો પ્રારંભ:પાલડી ખાતે 53 દિવસીય આયોજન 8 જૂનથી શરૂ
    Next Article
    Trump Says Iran Agreed To No Nuclear Weapons, Experts Not Convinced

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment