Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલે પદભાર સંભાળ્યો:દીકરીના હાથે શુભ શુકન કરાવી કેબિનમાં પ્રવેશ કર્યો

    1 week ago

    નવસારી મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના નવનિયુક્ત ચેરમેન મુકેશ અગ્રવાલે આજે વિધિવત રીતે પોતાની નવી કેબિનનો ચાર્જ સંભાળ્યો છે. વોર્ડ નંબર 5માંથી ચૂંટાયેલા મુકેશ અગ્રવાલે પોતાની દીકરીના હાથે શુભ શુકન કરાવી કેબિનમાં પ્રવેશ કર્યો હતો. ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોને પ્રાધાન્ય આપતા, ચેરમેન મુકેશ અગ્રવાલે નવી કેબિનમાં પ્રવેશતા પૂર્વે પોતાની દીકરીને આગળ કરી પ્રથમ પ્રવેશ અપાવ્યો હતો. દીકરીના હાથે શુભ શુકન કરાવ્યા બાદ જ તેમણે પોતે ઓફિસમાં પ્રવેશ કરી ખુરશી પર સ્થાન ગ્રહણ કર્યું હતું. આ ઘટના મનપા પરિસરમાં ચર્ચા અને આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહાનગરપાલિકામાં સત્તા રૂઢ થયા બાદ પણ અત્યાર સુધી નવનિયુક્ત પદાધિકારીઓને સત્તાવાર કેબિન ફાળવવામાં આવી નહોતી. જેના કારણે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ચેરમેનોએ મેયરની કેબિનમાં બેસીને જ મુલાકાતીઓ તથા નાગરિકો સાથે બેઠકો કરવી પડતી હતી. મહાનગરપાલિકાના ત્રીજા માળે ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે આધુનિક કેબિનો બનાવવાની કામગીરી હવે પૂર્ણ થવાના આરે છે. આથી, સંબંધિત વિભાગના ચેરમેનોને કેબિન સોંપવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. સ્વાયત્ત કેબિન મળવાને કારણે ચેરમેન લોકપ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત વિભાગીય અધિકારીઓ સાથે વધુ સારી રીતે સંકલન સાધી શકશે. નવી કેબિન અને નવા અધિકારો સાથે આગામી દિવસોમાં આવી રહેલી ચોમાસાની ઋતુ નવા શાસકો અને મનપાના વહીવટી તંત્ર માટે પડકારરૂપ સાબિત થઈ શકે છે. શહેરમાં હાલ અનેક મોટા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સ અધૂરી સ્થિતિમાં છે. જો ચોમાસા પહેલા આ અધૂરી કામગીરી આટોપી લેવામાં નહીં આવે, તો શહેરીજનો અને સ્થાનિક રહીશોની મુશ્કેલીઓમાં મોટો વધારો થવાની સંભાવના છે. નવી જવાબદારી સાથે મુકેશ અગ્રવાલ સામે પ્રિ-મોન્સૂન કામગીરી અને અધૂરા પ્રોજેક્ટ્સ સમયસર પૂરા કરાવવાનો મોટો પડકાર રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં બાબા બાગેશ્વરે હુંકાર કરતા જ મહિલા-પુરુષો ધુણ્યા, 'ભૂત-પ્રેત'ની મારામારી:પીપળીયાએ કહ્યું-ડાકીની, પિચાશીનીને ધુણાવી લોકો પર હુમલો કરાવ્યો, બાબા સામે પોલીસ સુઓમોટો કરે
    Next Article
    ગીરની કેસર કેરીની વૈશ્વિક માગ યથાવત્:જાપાનમાં નિકાસ બંધ થતાં સિંગાપોરના બજારમાં તેજી; ચાલુ સીઝનમાં 550 મેટ્રિક ટન એક્સપોર્ટ થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment