Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરની કેસર કેરીની વૈશ્વિક માગ યથાવત્:જાપાનમાં નિકાસ બંધ થતાં સિંગાપોરના બજારમાં તેજી; ચાલુ સીઝનમાં 550 મેટ્રિક ટન એક્સપોર્ટ થઈ

    1 week ago

    ​જૂનાગઢ સહિત સમગ્ર ગીર પંથકની ઓળખ અને શાન સમાન કેસર કેરીનો ડંકો હવે વિદેશી બજારોમાં પણ જોરશોરથી વાગી રહ્યો છે. 2011માં પ્રતિષ્ઠિત જીઆઈ (GI) ટેગ મળ્યા બાદ આ કેરીએ વૈશ્વિક બજારમાં પોતાની એક આગવી અને મજબૂત ઓળખ ઉભી કરી છે. ગત વર્ષે કુલ 856 મેટ્રિક ટનનો આંકડો વટાવ્યા બાદ, ચાલુ સિઝનમાં પણ અત્યાર સુધીમાં 550 મેટ્રિક ટન જેટલી કેસર કેરીનું વિદેશોમાં સફળતાપૂર્વક નિકાસ કરવામાં આવ્યું છે. હજુ પણ આગામી 15થી 20 દિવસ સુધી નિકાસની આ પ્રક્રિયા ધમધમતી રહેશે તેવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. જાપાનમાં નિકાસ બંધ થવાનું ટેકનિકલ કારણ ​જોકે, આ વર્ષે કેસર કેરીની નિકાસ પ્રક્રિયામાં એક મોટો વિવાદ અને તકનીકી અવરોધ પણ સામે આવ્યો છે. જાપાન સરકારે ભારતીય કેરી પર પોતાના નિયમોના કડક અમલનો તર્ક આપીને નિકાસ અટકાવવાનો મોટો નિર્ણય લીધો છે. ખાસ કરીને પેકહાઉસ દ્વારા કરવામાં આવતી 'વેપર હીટ ટ્રીટમેન્ટ'ના ધારા-ધોરણોમાં ઉણપ રહી જવાને કારણે જાપાનના બજારના દરવાજા ગીરની કેસર માટે બંધ થયા છે. જોકે વહીવટી તંત્રના મતે આ માત્ર એક ટેકનિકલ ખામી છે, જેની સીધી અસર નિકાસ પર જોવા મળી છે. વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને ભાડામાં વધારો ​બીજી તરફ, વૈશ્વિક સ્તરે ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ અને ફ્રેટ ચાર્જમાં થયેલો તોતિંગ વધારો પણ નિકાસકારો માટે મોટી ચિંતાનો વિષય બન્યો છે. ફ્રેટ ચાર્જમાં સીધો બમણો વધારો થવાને કારણે નિકાસકારો અને ખેડૂતો પર આર્થિક બોજ વધ્યો છે. આ પડકારો છતાં ગીરના અધિકારીઓનો દાવો છે કે ખેડૂતોને કોઈ ખાસ નુકસાન થયું નથી. વિદેશી ગ્રાહકોની ખરીદશક્તિમાં થોડો ફેરફાર જરૂર આવ્યો છે, પરંતુ કેસર કેરીની વૈશ્વિક માંગ આજે પણ બજારમાં અકબંધ જોવા મળી રહી છે. સિંગાપોરના બજારમાં અચાનક તેજી ​આ તમામ પડકારો વચ્ચે સૌથી રસપ્રદ અને રાહતના સમાચાર એ છે કે, જાપાનના બજારમાં પ્રતિબંધ આવતાની સાથે જ સિંગાપુરના બજારમાં કેસર કેરીની માંગમાં અચાનક મોટો ઉછાળો આવ્યો છે. ભારતથી મોકલવામાં આવેલું કન્સાઈનમેન્ટ સિંગાપુર પહોંચતાની સાથે જ ક્ષણભરમાં વેચાઈ ગયું હતું, જે સાબિત કરે છે કે ગીરની કેસરની મીઠાશ સામે દુનિયાના કોઈ નિયમો બાધક બની શકે તેમ નથી. હાલમાં ગુજરાતભરમાં 1425 જેટલા ખેડૂતોએ ફાર્મ રજીસ્ટ્રેશન કરાવીને નિકાસ પ્રક્રિયામાં ભાગ લીધો છે, જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથના ખેડૂતોની ભૂમિકા સૌથી મહત્વની રહી છે. વૈશ્વિક બજારોમાં પણ કેસર કેરીની ડિમાન્ડઃ અધિકારી ​બાગાયત અધિકારી એમ.ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે, કેસર કેરીની સીઝન આમ તો જોઈએ તો હવે તેના છેલ્લા ફેઝમાં આવી પહોંચી છે અને હવે વધીને 15થી 20 દિવસ આ સીઝન ચાલે તેવું વર્તાઈ રહ્યું છે. જો નિકાસની વાત કરીએ તો, આપણા ગીરની કેસર કેરીને 2011માં જી. આઈ. ટેગ મળતા અને તેની કાનૂની ઓળખ ઊભી થતાં ગુજરાત અને ભારતભરમાં તો તેની ડિમાન્ડ ખૂબ જ વધી છે, પણ તેની સાથોસાથ આંતરરાષ્ટ્રીય સ્તરે જે એક્સપોર્ટ કરવામાં આવે છે તે વૈશ્વિક બજારોમાં પણ આપણી ગીરની કેસર કેરીની ડિમાન્ડ ખૂબ વધી ગઈ છે. ચાલુ સીઝનમાં કુલ 550 મેટ્રિક ટનની નિકાસ સૌરાષ્ટ્રમાં આપણે અંદાજિત 44,000 હેક્ટરમાં આંબાનું વાવેતર થયેલું છે, જેમાં અંદાજિત ઉત્પાદન 3,15,000 મેટ્રિક ટન જેટલું થયું હતું. કેસર કેરીને જી.આઈ. ટેગ મળતાની સાથે જ તેની એક્સપોર્ટ ડિમાન્ડ વધતા આપણે યુ.એસ.એ., યુ.કે., કેનેડા, યુરોપિયન યુનિયન્સના દેશો, ગલ્ફ કન્ટ્રીઝ અને મિડલ ઈસ્ટના દેશોમાં છેલ્લા પાંચ વર્ષમાં કુલ 3000 મેટ્રિક ટન કેરીની નિકાસ કરી છે. ગત સીઝનમાં કુલ 856 મેટ્રિક ટનની નિકાસ થઈ હતી અને ચાલુ સીઝનમાં કુલ 550 મેટ્રિક ટનની નિકાસ થઈ ચૂકી છે અને હજુ પણ આગામી દિવસોમાં નિકાસ ચાલુ રહેશે. ચાલુ વર્ષે 102 નવા ખેડૂતોએ ફાર્મ રજિસ્ટ્રેશન કરાવ્યું ​બાગાયત અધિકારીએ ખેડૂતોના રજિસ્ટ્રેશન અંગે માહિતી આપતા સ્પષ્ટ કર્યું કે, કુલ નિકાસ પ્રક્રિયા માટે આપણે અપેડા ફાર્મ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત હોય છે. અત્યાર સુધીમાં આપણા ગુજરાતમાં 1425 જેટલા અંદાજિત ખેડૂતોએ આ ફાર્મ રજિસ્ટ્રેશન કરાવેલું છે, જેની વેલિડિટી પાંચ વર્ષની હોય છે. કુલ ગુજરાતની સાપેક્ષમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની વાત કરીએ તો કુલ 625 જેટલા ખેડૂતો ફક્ત જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જ નોંધાયેલા છે, જેમાંથી ચાલુ વર્ષે કુલ 102 ખેડૂતોએ નવું ફાર્મ રજિસ્ટ્રેશન કરાવેલું છે. સિંગાપુરમાં કેરીની વધુ ડિમાન્ડ ​જાપાન અને સિંગાપુરના બજાર અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, જાપાન દેશમાં જો આપણે નિકાસ કરવી હોય તો તેમાં વેપર હીટ ટ્રીટમેન્ટની પ્રક્રિયામાંથી પાસ થઈને જ એક્સપોર્ટ કરવાનું હોય છે, પરંતુ અમુક કારણોસર આ વખતે આ પ્રક્રિયામાં ખરી ન ઉતરતા જાપાન દેશમાં નિકાસ બંધ કરવામાં આવી છે. તેની સામે જ્યારે સિંગાપુરમાં જે કન્ટેનર ગયું હતું, તેની ડિમાન્ડ એટલી બધી વધી ગઈ કે ત્યાં અમુક જ સમયમાં તમામ કેરીઓનું વેચાણ પૂરું થઈ ગયેલું હતું અને હજુ પણ ત્યાં ખૂબ જ સારી ડિમાન્ડ વધી રહી છે. યુદ્ધના કારણે ખરીદી ઘટી ​યુદ્ધને કારણે નિકાસ પર બહુ ખાસી એટલી મોટી અસર જોવા મળી નથી અને મિડલ ઈસ્ટ તેમજ ગલ્ફના દેશોમાં આપણી કેરીની નિકાસ વ્યવસ્થિત રીતે ચાલુ જ છે. દુબઈ, કતાર, ઓમાન અને મિડલ ઈસ્ટના જે દેશો છે, તેમાં આપણી ગીરની કેસર કેરી નિયમિત નિકાસ થાય છે. જોકે થોડાક ફ્રેટ ચાર્જિસ વધેલા હોવાના લીધે ગ્રાહકોની ખરીદી પર થોડી અસર થઈ છે, જેના કારણે જે કસ્ટમર પહેલા ત્રણ બોક્સ લેતા હતા, તેની જગ્યાએ અત્યારે બે બોક્સ કે એક બોક્સની ખરીદી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલે પદભાર સંભાળ્યો:દીકરીના હાથે શુભ શુકન કરાવી કેબિનમાં પ્રવેશ કર્યો
    Next Article
    Ruckus over contaminated water in Ahmedabad Live | અમદાવાદમાં દૂષિત પાણી આવવાની ફરિયાદો વધી |Gujarat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment