Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધોળીધજા ડેમમાં ગંદકી સામે પ્રવિણસિંહ વકીલના પ્રતિકાત્મક ઉપવાસ:નર્મદા કેનાલનો કચરો ડેમ પાસે ઠાલવાતા રોગચાળાનો ભય, ધરણાં શરૂ

    1 week ago

    સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં નર્મદા કેનાલની સફાઈ બાદ કચરાના ઢગલા યથાવત રહેતા રોગચાળાનો ભય સર્જાયો છે. આ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ અને ZFTI ટીમના લીગલ સેલના પ્રમુખ પ્રવિણસિંહ ઝાલા (વકીલ) દ્વારા તંત્રની બેદરકારી સામે પ્રતિકાત્મક ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. આ આંદોલન 8 જૂન, 2026 ના રોજ સવારે 9 વાગ્યે શરૂ થયું હતું. ડેમ કિનારે કચરાના ઢગલા ધોળીધજા ડેમ સુરેન્દ્રનગર શહેરના લાખો નાગરિકો માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત છે. પ્રવિણસિંહ વકીલે જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી ડેમ પર પૂજા માટે આવે છે. થોડા દિવસો પહેલાં નર્મદા કેનાલની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ કેનાલમાંથી કાઢવામાં આવેલો કચરો અને ગંદકીના મોટા ઢગલા ડેમની આસપાસ જ છોડી દેવામાં આવ્યા છે. આ ઢગલા હજુ સુધી હટાવવામાં આવ્યા નથી. રોગચાળાની આશંકા તેમણે ચેતવણી આપી હતી કે જો આ કચરાના ઢગલા તાત્કાલિક ઉપાડવામાં નહીં આવે, તો આગામી સમયમાં નર્મદાનું શુદ્ધ પાણી આ ગંદકી સાથે ભળીને સીધું ડેમમાં જશે. જેના કારણે સમગ્ર સુરેન્દ્રનગર શહેરમાં અને આસપાસના ગામોમાં રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે, જે લોકસ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે. રોગચાળાના ભયે ઉપવાસ શરૂ આ બાબતે અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ સંબંધિત તંત્ર કે વહીવટી અધિકારીઓ દ્વારા કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવ્યું નથી. પ્રવિણસિંહ ઝાલાએ સ્પષ્ટ કર્યું છે કે તેમનો હેતુ કોઈ સરકાર વિરોધ કરવાનો કે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ બગાડવાનો નથી. તેઓ સાચી દિશામાં કામ થાય તે માટે અવાજ ઉઠાવી રહ્યા છે. તંત્રની વાતને માન આપીને અને કાયદાના દાયરામાં રહીને, તેઓ કોઈ ભીડ એકઠી કર્યા વગર હાલ પૂરતા એકલા જ પ્રતિકાત્મક ઉપવાસ પર બેઠા છે. 500થી 700થી વધુ લોકો આ લોક લડતમાં જોડાશે જ્યાં સુધી ડેમ સાઈટ પરથી કચરો સાફ નહીં થાય ત્યાં સુધી તેઓ રોજ સવારે 9:00 વાગ્યાથી સાંજના 6:00 વાગ્યા સુધી એકલા બેસીને પોતાનો વિરોધ નોંધાવશે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જો આ પ્રતિકાત્મક વિરોધ છતાં તંત્ર જાગશે નહીં, તો ભવિષ્યમાં સેંકડો પરિવારો, કાર્યકરો અને અંદાજે 500થી 700થી વધુ લોકો આ લોક લડતમાં જોડાશે અને ઉગ્ર જન આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને વહીવટી તંત્રની રહેશે.
    Click here to Read More
    Previous Article
    સુરત ઝૂમાં પાંજરામાં આરામ કરતા વાઘને યુવકે પથ્થર માર્યા, CCTV:લોકો રોકવાને બદલે વીડિયો બનાવતા રહ્યા, સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારી અને સિક્યુરિટી સ્ટાફ એક્શનમાં
    Next Article
    કુમકુમ મંદિરે 8 જૂનથી અધિકમાસ કથા શરૂ:સાધુ પ્રેમવત્સલદાસજી 'શ્રી હરિચરિત્રામૃત' કથાનું પાન કરાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment