Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી:ચાની હોટેલો પરથી બાઇકની ઉઠાંતરી કરતી ગેંગ ઝડપાઈ: 8 વાહન સાથે બેની ધરપકડ

    1 day ago

    શહેરમાં રસ્તા પર કે હોટેલો બહાર ચાવી સાથે પાર્ક કરેલા બાઇકની ઉઠાંતરી કરતી કુખ્યાત ગેંગનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચની ટીમે હસમુખ પ્રસાદ નિમાવત (રહે. કુંભારવાડા, ભાવનગર) અને ચોરાઉ વાહનો ખરીદનાર કુલદીપ જેસીંગ સિંધવ (રહે. પાટણા, તા. ગઢડા)ને રૂ.3.85 લાખના 8 બાઇક સાથે ઝડપી પાડ્યા હતા. હસમુખ રાજકોટમાં ચાની હોટેલો પાસે ચાવી સાથે પાર્ક થયેલા વાહનો ચોરી જતો અને તે બાઈક કુલદીપ સિંધવને રૂ.10થી 20 હજારમાં વેચી દેતો હતો. હપ્તા ચડી ગયા છે ભૂલી જવાવાળા બાઇક છે તેમ કહી સગાં-સબંધીઓને શીશામાં ઉતારવા પણ કર્યો પ્રયાસ પીઆઇ અજીતસિંહ ચાવડા અને પીએસઆઇ અનિરુદ્ધસિંહ પરમારે જણાવ્યું હતું કે, વાહનચોરીની ફરિયાદો મળ્યા બાદ સીસીટીવી ફૂટેજ ચકાસતા મોટાભાગના વાહનો વાવડીની નકલંક હોટેલ પાસેથી ચોરાયા હતા. આથી વાહનચોરના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા ભાવનગરના કુંભારવાડામાં રહેતા હસમુખ નિમાવતની સંડોવણી બહાર આવતા ભાવનગર પણ તપાસાર્થે દોડી ગયા હતા. જ્યાંથી હસમુખ નિમાવત આજી ડેમ ચોકડી નજીક મહિકાના પાટિયા પાસે હોવાની બાતમી મળતા ત્યાંથી હસમુખ અને તેના સાગરીત કુલદીપને ઉઠાવ્યા હતા. કુલદીપે તેના સગાં-સંબંધીઓને શીશામાં ઉતારવા બાઇક નંબર પ્લેટ કાઢીને ચલાવવા આપ્યા હતા અને આ આ બાઇક હપ્તા ચડી ગયા હોય તેવા ભૂલી જવાવાળા છે તેમ કહી તેમને શીશામાં ઉતારવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ કામિયાબ થાય તે પહેલાં ઝડપાઇ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    દુધીયામાં વોટરશેડ માંથી 1 વર્ષમાં 4 વખત કેબલ ચોરી:પંચાયતને આર્થિક ફટકો, તસ્કરોને ઝડપી પાડવા લીમખેડા પોલીસને રજૂઆત
    Next Article
    Aaditya Thackeray's 25-Page Reply To Disha Salian Father's Rs 500-Crore Notice

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment