Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ઝૂમાં પાંજરામાં આરામ કરતા વાઘને યુવકે પથ્થર માર્યા, CCTV:લોકો રોકવાને બદલે વીડિયો બનાવતા રહ્યા, સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારી અને સિક્યુરિટી સ્ટાફ એક્શનમાં

    1 week ago

    સુરત શહેરના જાણીતા પ્રવાસન સ્થળ એવા સરથાણા નેચર પાર્ક માંથી એક ચોંકાવનારી અને શરમજનક ઘટના સામે આવી છે. પ્રકૃતિ અને વન્યજીવો પ્રત્યે માનવીની ક્રૂરતા ઉજાગર કરતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં એક અસામાજિક યુવક નેચર પાર્કમાં પાંજરાની અંદર આરામ કરી રહેલા વાઘને પથ્થરો મારીને પજવણી કરતો નજરે પડી રહ્યો છે. આ સમગ્ર મામલો સામે આવ્યા બાદ સુરત મહાનગરપાલિકાના તંત્રમાં દોડધામ મચી ગઈ છે. નેચર પાર્કના સત્તાધીશોએ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. યુવક પાંજરાની નજીક જઈને વાઘને ઉશ્કેરી રહ્યો છે વીડિયોમાં મળતી માહિતી મુજબ આ ઘટના શનિવારના રોજ બની હોવાનું સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો માત્ર 6 સેકન્ડનો છે, પરંતુ તે માનવીય ક્રૂરતા અને અસંવેદનશીલતાની પરાકાષ્ઠા દર્શાવવા માટે પૂરતો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, એક યુવક પાંજરાની નજીક જઈને અંદર શાંતિથી બેસેલા અને આરામ કરી રહેલા રાષ્ટ્રીય પ્રાણી વાઘને રીતસરનો ઉશ્કેરી રહ્યો છે. તે વાઘનું ધ્યાન પોતાની તરફ ખેંચવાના અને તેને હેરાન કરવાના બદઈરાદાથી એક પછી એક પથ્થરો મારી રહ્યો છે. લોકોએ રોકવાની જગ્યાએ તેનો વીડિયો ઉતાર્યો આ સમગ્ર ઘટનાની સૌથી આઘાતજનક અને ચિંતાજનક બાબત એ છે કે, જ્યારે આ અસામાજિક તત્વ વાઘ પર પથ્થરમારો કરી રહ્યો હતો ત્યારે તેની આસપાસ અન્ય ઘણા મુલાકાતીઓ પણ હાજર હતા. ત્યાં હાજર લોકો આ સમગ્ર ઘટનાનો વીડિયો ઉતારવામાં અને તમાશો જોવામાં મશગૂલ હતા. આસપાસ ઊભેલા શિષ્ટ નાગરિકોમાંથી કોઈ એક પણ વ્યક્તિએ આ શખ્સને અટકાવવાની, તેને ટોકવાની કે આવું કૃત્ય ન કરવા સમજાવવાની તસ્દી લીધી ન હતી. સમાજની આ સામૂહિક અસંવેદનશીલતા પણ આ ઘટનામાં મોટો સવાલ ઊભો કરે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારી અને સિક્યુરિટી સ્ટાફ એક્શનમાં આવ્યો છે. સિક્યુરિટી વિભાગે પણ શનિવારે મુલાકાતી દ્વારા વાઘની પજવણી કરાઈ હોવાની વાતને સમર્થન આપ્યું છે. નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારીના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના પાર્કના આસપાસના CCTVમાં પણ કેદ થઈ ગઈ છે. CCTVના આધારે યુવકની શોધખોળ શરુ સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડૉક્ટર રાજેશ પટેલે જણાવ્યું હતું કે, આ જે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયેલો છે, જેમાં કોઈ મુલાકાતી છે વાઘને પથ્થર મારી અને એને પજવણી કરતો દેખાઈ રહ્યો છે એટલે લગભગ આ જે વીડિયો છે શનિવારના મુલાકાતી દ્વારા કરવામાં આવેલો છે અને એ તમામ ઝૂના પ્રાણીઓ છે એ લોકો વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ એને સંરક્ષણ મળેલું છે અને આવું કૃત્ય કરનાર સામે દંડકીય જોગવાઈ છે. હમણાં તો જે રોડ સાઈડના મુલાકાતીઓ માટે અમારા સીસીટીવી કેમેરા લાગેલા છે, એનું સીસીટીવી ફૂટેજ મંગાવીએ છીએ અમે અને એમાં આઇડેન્ટિફાય થયા પછી જ્યારે પણ એ માણસ પકડાશે ત્યારે એની સામે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ પ્રમાણે દંડની અને બીજી પણ કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ધ્રોલ લેન્ડ ગ્રેબિંગ: પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા:જૈન ટ્રસ્ટની કરોડોની જમીન પચાવવાના આરોપમાં કોર્ટે જેલ હવાલે કર્યા
    Next Article
    ધોળીધજા ડેમમાં ગંદકી સામે પ્રવિણસિંહ વકીલના પ્રતિકાત્મક ઉપવાસ:નર્મદા કેનાલનો કચરો ડેમ પાસે ઠાલવાતા રોગચાળાનો ભય, ધરણાં શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment