Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલ લેન્ડ ગ્રેબિંગ: પિતા-પુત્ર સહિત ત્રણ ઝડપાયા:જૈન ટ્રસ્ટની કરોડોની જમીન પચાવવાના આરોપમાં કોર્ટે જેલ હવાલે કર્યા

    1 week ago

    ધ્રોલમાં જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની કરોડો રૂપિયાની જમીન પચાવી પાડવાના લેન્ડ ગ્રેબિંગ કેસમાં ધ્રોલ પોલીસે પિતા-પુત્ર સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ આરોપીઓને અદાલતમાં રજૂ કરાતા કોર્ટે તેમને જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો હતો. આ કેસ ધ્રોલની પંચવટી સોસાયટી સામે આવેલી જૈન વણિક બોર્ડિંગ ટ્રસ્ટની સીટી સર્વે નં. 3865ની આશરે 4731.93 ચોરસ મીટર જમીન સાથે સંબંધિત છે. ટ્રસ્ટના ટ્રસ્ટી વિશ્વાસ યોગેશકુમાર મહેતાએ આ જમીન પર ગેરકાયદેસર કબજો કરી મિલકત પચાવી પાડવામાં આવી હોવાના આક્ષેપ સાથે ધ્રોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, વર્ષ 1983માં ટ્રસ્ટ દ્વારા ચોકીદાર તરીકે લાલજી કારાભાઈ પઢીયારને રહેવા માટે એક ઓરડી આપવામાં આવી હતી. જોકે, બાદમાં લાલજી પઢીયાર અને તેમના પુત્રો ગોવિંદ લાલજી પઢીયાર તેમજ કાનજી લાલજી પઢીયારે ટ્રસ્ટની જમીન પર ગેરકાયદે કબજો જમાવી આશરે 5000 થી 7000 ચોરસ ફૂટ વિસ્તારમાં બાંધકામો ઊભા કર્યા હતા. ફરિયાદના આધારે, ધ્રોલ પોલીસે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ (પ્રોહિબિશન) એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તપાસમાં આરોપીઓની સંડોવણી સ્પષ્ટ થતાં પોલીસે પિતા અને તેમના બે પુત્રોની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા, જ્યાં અદાલતે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવાનો આદેશ આપ્યો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, કરોડો રૂપિયાની કિંમત ધરાવતી ટ્રસ્ટની જમીન પરના કબજાના આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ ચાલુ છે અને જરૂરી દસ્તાવેજી પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    રાજ્યસભા માટે ભાજપના મૂરતિયા આજે ઉમેદવારી નોંધાવશે:મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે, ઉલટફેર ન થાય તો ચારેય બેઠક પર ભાજપની જીત નિશ્ચિત
    Next Article
    સુરત ઝૂમાં પાંજરામાં આરામ કરતા વાઘને યુવકે પથ્થર માર્યા, CCTV:લોકો રોકવાને બદલે વીડિયો બનાવતા રહ્યા, સરથાણા નેચર પાર્કના ઇન્ચાર્જ અધિકારી અને સિક્યુરિટી સ્ટાફ એક્શનમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment