Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદમાં, સુઓમોટોની માંગ:પરસોતમ પીપળીયાએ કહ્યું- પ્રેત દરબારમાં બાબાએ ડાકીની, સાકીની, પિચાશીનીને ધુણાવી લોકો પર હૂમલો કરાવ્યો

    6 days ago

    રાજકોટના રેસકોર્સ મેદાનમાં બાબા બાગેશ્વરના ધીરેન્દ્ર કુમાર શાસ્ત્રીનો દિવ્ય દરબાર વિવાદમાં આવ્યો છે. અહીં ધુણતા લોકોએ હૂમલો કરતા આ ઘટનાને સામાજિક અગ્રણી અને કાયદેઆઝમ પરસોતમ પીપળીયાએ વખોડી છે અને હૂમલો કરતી મહિલાઓ સહિતના લોકોને બાબાએ બોલાવેલી ડાકીની, સાકીની, પિચાશીની ગણાવી હતી અને એક બાળકને ધુણાવવામાં આવ્યો તે બાબાનું હીન કૃત્ય હોવાનું કહ્યું હતું. આ સાથે જ પોલીસે આ મામલે સુઓમોટો દાખલ કરવી જોઈએ તેવી માંગણી કરી હતી. ‘હું જેને પ્રેત દરબાર કહું છું, તે આજે સાબિત થઈ ગયું’ આ ઘટના થવાની જ હતી. જેનો વરતારો એક અઠવાડિયાથી હું આપું છું. બાબા ડાકીની, સાકીની, પિચાશીની અને પ્રેત આત્માને બોલાવીને તેમજ ધુણાવીને પોતે અંધશ્રદ્ધા ફેલાવે છે. જે અંધશ્રદ્ધા દ્વારા પોતે આર્થિક લાભ મેળવે છે. બાબાને હનુમાન ચરિત્રની કથામાં કોઈ રસ ન હતો તે તેમની બે દિવસની કથા ઉપરથી સાબિત થાય છે. બાબાને હનુમાન ચરિત્ર વિશે કોઈ નોલેજ પણ નથી. જે માત્ર દિવ્ય દરબારમાં રસ ધરાવે છે, જેને હું પ્રેત દરબાર કહું છું. જે આજે સાબિત થઈ ગયું છે. ચિઠ્ઠી ચબરખી નાખવી અને વરતારો આપવો તે ઢોંગ અને ધતિંગ છે અને જાદુગરી છે. જાદુગર પણ આ પ્રકારની જાદુગરી કરે છે પરંતુ તેઓ એવું નથી કહેતા કે ઈશ્વરીય શક્તિ છે પરંતુ તે એવું કહે છે કે આ ટ્રીક અને ટેક્નીક છે. બાળકને ધુણાવવામાં આવ્યો તે હિન પ્રકારનું કૃત્ય કહી શકાય જાદુગરો પોતાના માવઠાઓ દ્વારા આ પ્રકારનો કાર્યક્રમ યોજે છે. અહીં પણ બાબા પોતાના માવઠા સાથે લઈને આવ્યા હતા. પઢાવેલો પોપટ બોલતો હોય તેવું માવઠાઓ બોલ્યા. તેમાં કોઈ પણ પ્રકારની દિવ્ય શક્તિ છે તેવું માનવાને કોઈ કારણ નથી. જે ધુણતા હતા તેને પત્રકારો જ દેખાતા હતા. તે પત્રકારોને જોઈ જોઈને તેમના ઉપર હુમલાઓ કરતા હતા તો ડાકીની, શાકીનીને ખબર છે કે આ પત્રકાર છે ? જે બચી ગયા તે પણ પત્રકાર હતા અને જેની સાથે ઝપાઝપી થઈ તે પણ પત્રકાર હતા. બાબા વિરુધ્ધ સુઓમોટો ફરિયાદ દાખલ કરવા માગ પત્રકારને ભગાડવા માટે ડાકીની હતી બાકીની શાકીની અને પિચાશીની ધુણતા હતા. આ બધું પ્લાન્ટેડ હતું. આ દરમિયાન એક બાળકને ધુણાવવામાં આવ્યો તે હિન પ્રકારનું કૃત્ય કહી શકાય. બાળકને આપણે વૈજ્ઞાનિક કે એન્જિનિયર બનાવો છે કે પછી અંધશ્રદ્ધામાં લઈ જવો છે. જે આપણે નક્કી કરવાનું છે. બાબાએ આ પ્રકારની કૃત્ય કરવું ન જોઈએ. તેમણે જણાવ્યું કે, પોલીસે બાબા વિરુધ્ધ સુઓમોટો ફરિયાદ દાખલ કરવી જોઈએ. આ પ્રકારે અગાઉ નિર્મલ બાબા, આસારામ બાપુ અને રામ રહીમ જેવા અનેક બાબાઓ થઈ ગયા પરંતુ આ પ્રકારના બાબાઓને રાજકીય હસ્તીઓ અને સેલિબ્રિટી ઉપર પ્રોત્સાહન આપે છે. જેથી હું આ પ્રવૃત્તિઓ માટે આ પ્રકારના લોકોને જવાબદાર ગણું છું નહીં કે પબ્લિકને.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત-રાજસ્થાન સરહદે બસમાંથી ₹4 કરોડના દાગીના જપ્ત:પાલનપુરથી રાજસ્થાન જતી બસમાંથી 3ની ધરપકડ, સોના અને ચાંદીના દાગીનાનો મોટો જથ્થો મળ્યો
    Next Article
    રાજકોટમાં મામાના ઘરે રમતી 14 વર્ષની આનંદી ઢળી પડી: VIDEO:બહેનો સાથે દોડ લગાવી અને અચાનક હાર્ટ એટેક આવ્યો; ઘરની લાડકી ગુમાવનાર પરિવાર શોકમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment