Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં મામાના ઘરે રમતી 14 વર્ષની આનંદી ઢળી પડી: VIDEO:બહેનો સાથે દોડ લગાવી અને અચાનક હાર્ટ એટેક આવ્યો; ઘરની લાડકી ગુમાવનાર પરિવાર શોકમાં

    6 days ago

    જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં રહેતી 14 વર્ષીય તરુણી આનંદી રાજેશભાઈ મોદીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. આ ઘટના રાજકોટમાં બની હતી, જ્યાં આનંદી પોતાના મામાના ઘરે ગઈ હતી. રમતા રમતા અચાનક તે જમીન પર ઢળી પડી મળતી માહિતી મુજબ, આનંદી પુરુષોત્તમ માસના પ્રસંગે રાજકોટમાં તેના મામાના ઘરે ગઈ હતી. ગઈકાલે સાંજે પરિવાર સાથે રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ તે અન્ય બાળકો સાથે રમી રહી હતી. રમતા રમતા અચાનક તે જમીન પર ઢળી પડી હતી. ડોક્ટર્સન તમામ પ્રયાસ અસફળ રહ્યાં આનંદીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, તબીબોના તમામ પ્રયાસો છતાં તેને બચાવી શકાઈ નહોતી અને હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકને કારણે મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. ઘરની લાડકી ગુમાવનાર પરિવાર શોકમાં માત્ર 14 વર્ષની નાની ઉંમરે હાર્ટ એટેકથી થયેલા આ અવસાનથી પરિવારમાં શોક છવાઈ ગયો છે. છેલ્લા કેટલાક સમયથી નાની ઉંમરના બાળકો અને યુવાનોમાં હૃદય સંબંધિત સમસ્યાઓના વધતા બનાવો ચિંતાનો વિષય બન્યા છે. આનંદીના અકાળ અવસાનના સમાચાર મળતા સગા-સંબંધીઓ અને પરિચિતોમાં પણ શોકની લાગણી વ્યાપી ગઈ છે.
    Click here to Read More
    Previous Article
    બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદમાં, સુઓમોટોની માંગ:પરસોતમ પીપળીયાએ કહ્યું- પ્રેત દરબારમાં બાબાએ ડાકીની, સાકીની, પિચાશીનીને ધુણાવી લોકો પર હૂમલો કરાવ્યો
    Next Article
    મોરબીમાં ચીલઝડપ કરનાર રીઢો આરોપી ઝડપાયો:CCTV, સર્વેલન્સથી પકડાયો, ચેઈન સ્નેચિંગની કબૂલાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment