Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત-રાજસ્થાન સરહદે બસમાંથી ₹4 કરોડના દાગીના જપ્ત:પાલનપુરથી રાજસ્થાન જતી બસમાંથી 3ની ધરપકડ, સોના અને ચાંદીના દાગીનાનો મોટો જથ્થો મળ્યો

    6 days ago

    રાજસ્થાન પોલીસે ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલી માવલ ચોકી પરથી એક ટ્રાવેલ બસમાંથી 4 કરોડ રૂપિયાથી વધુના સોના-ચાંદીના દાગીના જપ્ત કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ મુસાફરોની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદના ચંદુલાલ સહિત 3 શખશ પાલનપુરથી રાજસ્થાન તરફ જઈ રહેલી બસમાં સવાર હતાં. પોલીસે માવલ ચોકી વિસ્તારમાં ચેકિંગ કરીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો. રાજસ્થાન પોલીસે તલાશી લીધી માવલ ચોકી પર રાજસ્થાન પોલીસ દ્વારા નિયમિત ચેકિંગ ચાલી રહ્યું હતું. તે સમયે ગુજરાતના પાલનપુર તરફથી આવતી એક ખાનગી બસને રોકવામાં આવી હતી. બસમાં સવાર ત્રણ મુસાફરો શંકાસ્પદ જણાતા પોલીસે તેમની તલાશી લેવામાં આવી હતી. 3 બેગમાં દાગીનાનો જથ્થો મળ્યો તલાશી દરમિયાન, તેમની ત્રણ અલગ-અલગ બેગમાંથી સોના અને ચાંદીના દાગીનાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ દાગીના સંબંધિત કોઈ કાયદેસરના બિલ કે દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા ન હતા. 3 આરોપી પાસે મુદ્દામાલ મળ્યો ઝડપાયેલા આરોપીઓમાં સિરોહીના બારલુતના રહેવાસી રમેશ કુમાર (ઉંમર 53) પાસેથી 1.350 કિલો સોનાના અને 300 ગ્રામ ચાંદીના દાગીના મળ્યા હતા. સિરોહીના વેરા વિલપુરના ગજેન્દ્ર સિંહ (ઉંમર 32) પાસેથી 890 ગ્રામ સોનાના દાગીના જપ્ત કરાયા હતા. ત્રીજા આરોપી અમદાવાદ, ગુજરાતના ચંદુલાલ (ઉંમર 50) પાસેથી 571.5 ગ્રામ સોનાના અને 500 ગ્રામ ચાંદીના દાગીના મળી આવ્યા હતા. કુલ મળીને 2.800 કિલો સોનું અને 800 ગ્રામ ચાંદી જપ્ત કરવામાં આવી હતી. દાગીના ક્યાંથી ક્યાં લઈ જવાતા હતા તેની તપાસ પોલીસે બીએનએસએસની કલમ 106 હેઠળ 4 કરોડ રૂપિયાના દાગીના જપ્ત કરીને રમેશ, ગજેન્દ્ર સિંહ અને ચંદુલાલની ધરપકડ કરી છે. પોલીસે આ દાગીના ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને ક્યાં લઈ જવાના હતા તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સોનાના દાગીના સાથે ઝડપાયેલા ઈસમો 1. રમેશ કુમાર પુત્ર છોગાજી, જાતિ પ્રજાપત, ઉંમર 53 વર્ષ, બરલુત, જિલ્લો સિરોહી. 2. ગજેન્દ્ર સિંહ ગોપાલ સિંહનો પુત્ર, જાતિ રાજપૂત, ઉંમર 32 વર્ષ, વ્યવસાયે મજૂર, રહેવાસી વેરા વિલપુર, પોલીસ સ્ટેશન પાલડી એમ, જિલ્લો સિરોહી. 3. ચંદુલાલ પુત્ર જૈસા જી, જ્ઞાતિ સાયણ, ઉંમર 50 વર્ષ, રહેવાસી ગોલ પોલીસ સ્ટેશન બરલૂટ, જિલ્લો સિરોહી, હાલ અમદાવાદ, ગુજરાત.
    Click here to Read More
    Previous Article
    ભાજપ સામે 23 વિપક્ષી દળ ભેગા થયા:I.N.D.I.A.ની બેઠકમાં સોનિયા,રાહુલ, મમતા, અખિલેશ સામેલ, TVKને આમંત્રણ નહીં; યુથ કોંગ્રેસે રાહુલ વિરુદ્ધના પોસ્ટરો હટાવ્યા
    Next Article
    બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર વિવાદમાં, સુઓમોટોની માંગ:પરસોતમ પીપળીયાએ કહ્યું- પ્રેત દરબારમાં બાબાએ ડાકીની, સાકીની, પિચાશીનીને ધુણાવી લોકો પર હૂમલો કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment