Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કારખાનાના જમણવારમાં 'બે વાટકી રસ' માંગતા રત્નકલાકાર પર હુમલો:ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકાથી માર મારતા રત્નકલાકર ઈજાગ્રસ્ત

    4 days ago

    ભાવનગર શહેરમાં એક અત્યંત ચોંકાવનારો અને નજીવી બાબતે થયેલી મારામારીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક હીરાના કારખાનામાં યોજાયેલા જમણવાર દરમિયાન માત્ર 'બે વાટકી કેરીનો રસ' વધુ માંગવા જેવી સામાન્ય બાબતમાં બે રત્નકલાકારો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વધી ગયો કે સાથે કામ કરતા ત્રણ શખ્સોએ એક રત્નકલાકાર યુવાનને લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે બેરહેમીથી માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ મામલે બોરતળાવ પોલીસ મથકમાં ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કારખાનાના પાર્કિંગમાં યોજાયો હતો જમણવાર મળતી માહિતી અનુસાર, ભાવનગરના વિજયરાજનગરમાં ભાડાના મકાનમાં રહેતા અને મૂળ તળાજા તાલુકાના ઠાઠચ ગામના વતની 26 વર્ષીય મુસાભાઈ મજીતભાઈ બાવળીયા રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેઓ છેલ્લા દોઢ વર્ષથી શહેરમાં આવેલા હિતુભાઈ પીંગળીવાળાના હીરાના કારખાનામાં હીરા ઘસવાની મજૂરી કરે છે. ગતરોજ બપોરના સમયે કારખાનાના માલિક દ્વારા તમામ કર્મચારીઓ માટે બિલ્ડિંગના નીચેના પાર્કિંગ વિસ્તારમાં એક જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. રસ પીરસવા બાબતે જામી પડી મુસાભાઈ જ્યારે જમણવારમાં જમવા માટે ગયા, ત્યારે તેમની સાથે જ કારખાનામાં કામ કરતો જુનેદ નામનો યુવક રસ પીરસવાની ફરજ બજાવી રહ્યો હતો. મુસાભાઈએ તેની પાસે બે વાટકી રસ માંગ્યો હતો. માત્ર આટલી વાત પર જુનેદ અચાનક ઉશ્કેરાઈ ગયો હતો અને મુસાભાઈને ગાળો આપવા લાગ્યો હતો. મુસાભાઈએ તેને અપશબ્દો બોલવાની ના પાડતા મામલો વધુ બિચક્યો હતો. જોતજોતામાં જુનેદની વહારે તેના અન્ય બે મિત્રો મિત અને સુમિત પણ ત્યાં દોડી આવ્યા હતા. ત્રણેય શખ્સોએ એકસંપ થઈને મુસાભાઈ પર હુમલો કરી દીધો હતો અને લોખંડના પાઇપ, લાકડાના ધોકા તેમજ ઢીકાપાટુ વડે તેમને ઢોર માર માર્યો હતો. આ હુમલામાં મુસાભાઈને શરીરના વિવિધ ભાગો પર ગંભીર આંતરિક અને બાહ્ય ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત યુવક ખાનગી હોસ્પિટલમાં દાખલ હુમલાના પગલે લોહીલુહાણ થયેલા મુસાભાઈને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજાઓ ગંભીર હોવાથી વધુ સારવાર માટે તેમને શહેરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના બિછાનેથી ઇજાગ્રસ્ત મુસાભાઈએ નોંધાવેલી ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે ત્રણેય આરોપીઓ જુનેદ, મિત અને સુમિત સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 117(2), 352, 54 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધીને આગળની ધોરણસરની કાર્યવાહી અને આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના સહિત 2.07 લાખની મત્તા સેરવી પલાયન:ચાંદખેડાથી બેઠા ને અડાલજમાં ઉતારી દીધા, ગાંધીનગરમાં રિક્ષા ગેંગનો તરખાટ યથાવત
    Next Article
    સુરેન્દ્રનગરમાં વેકેશન બાદ શૈક્ષણિક સત્રનો પ્રારંભ:વિદ્યાર્થીઓએ શિક્ષકોના આશીર્વાદ લીધા, શાળાઓમાં ઉત્સાહનો માહોલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment