Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૃદ્ધાને રિક્ષામાં બેસાડી દાગીના સહિત 2.07 લાખની મત્તા સેરવી પલાયન:ચાંદખેડાથી બેઠા ને અડાલજમાં ઉતારી દીધા, ગાંધીનગરમાં રિક્ષા ગેંગનો તરખાટ યથાવત

    4 days ago

    ગાંધીનગર જિલ્લાના કલોલના 72 વર્ષીય વૃદ્ધાને મંઝિલ સુધી પહોંચાડવાના બહાને રીક્ષામાં બેસાડીને નજર ચૂકવી રિક્ષામાં સવાર ગેંગ સોનાના દાગીના - રોકડ રકમ મળીને કુલ રૂ.2.07 લાખની મત્તા તફડાવી ફરાર થઈ જતા કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચાંદખેડાથી રિક્ષામાં બેઠા ને અડાલજમાં ઉતારી દીધા કલોલની આઝાદનગર સોસાયટીમાં રહેતા 72 વર્ષીય કોકિલાબેન હસમુખલાલ શાહ ગત તારીખ 3 જૂનના રોજ અમદાવાદના વાસણા વિસ્તારમાં રહેતી પોતાની દીકરીના ઘરેથી પરત કલોલ આવી રહ્યા હતા. તેઓ વાસણા બસ સ્ટેન્ડથી એએમટીએસ બસમાં બેસીને સવારે 10 વાગ્યાના અરસામાં ચાંદખેડા ઉતરી વાહનની રાહ જોઈ રહ્યા હતા. આ અરસામાં એક રિક્ષા આવતા તેઓ કલોલ જવા માટે રિક્ષામાં બેઠા હતા. જેમાં ડ્રાઈવરની આસપાસ બે પુરુષો અને પાછળની સીટ પર એક મહિલા પેસેન્જર અગાઉથી બેઠેલી હતી. બાદમાં રિક્ષા ચાલકે અડાલજની ગેબનશાહ પીર દરગાહ પાસે રિક્ષા ઉભી રાખી હતી. તે સમયે બાજુમાં બેઠેલી મહિલા ઉતરી ગઈ હતી અને રિક્ષાચાલકે વૃદ્ધાને કહ્યું હતું કે, હું આ બે પેસેન્જરને થોડે દૂર ઉતારીને આવું છું ત્યાં સુધી તમે અહીં ઉતરી જાવ. હું તમને થોડીવારમાં કલોલ લઈ જઈશ. વૃદ્ધાએ પોતાની કપડાની થેલી તપાસતાં થેલી ગાયબ જેના પર વિશ્વાસ રાખીને વૃદ્ધા નીચે ઉતર્યા હતા. અને રિક્ષાચાલક રોંગ સાઈડમાં રિક્ષા લઈને જતો રહ્યો હતો. જોકે અડધો કલાક સુધી રાહ પછી પણ રિક્ષાચાલક પરત ન આવતા તેઓ બીજી રિક્ષા કરીને બપોરે પોતાના ઘરે પહોંચ્યા હતા. અને વૃદ્ધાએ પોતાની કપડાની થેલી તપાસી ત્યારે તેમાં રાખેલા બે પાકીટ ગાયબ હતા. દાગીના સહિત 2.07 લાખની મત્તા સેરવી પલાયન જેમાં રૂ. 17,500 રોકડ, આશરે એક તોલાનો સોનાનો દોરો કિંમત રૂ. 1,40,000, ડાયમંડ જડિત સોનાનું પેન્ડલ કિંમત રૂ. 30,000 અને સોનાની વીંટી કિંમત રૂ. 20,000 મળીને કુલ રૂ. 2,07,500 ની મત્તા ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું. આ ઘટનાના પગલે વૃદ્ધાએ તેમના પુત્ર સાથે અડાલજ અને ચાંદખેડા વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ રિક્ષા ગેંગનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આખરે વૃદ્ધાની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઈ:મેયરે નગરજનોને સ્વચ્છતા જાળવવા અપીલ કરી
    Next Article
    કારખાનાના જમણવારમાં 'બે વાટકી રસ' માંગતા રત્નકલાકાર પર હુમલો:ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકાથી માર મારતા રત્નકલાકર ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment