Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં વેકેશન બાદ શૈક્ષણિક સત્રનો પ્રારંભ:વિદ્યાર્થીઓએ શિક્ષકોના આશીર્વાદ લીધા, શાળાઓમાં ઉત્સાહનો માહોલ

    4 days ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજરોજ, 8 જૂન, સોમવારથી તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં શૈક્ષણિક વર્ષ 2026-27નો વિધિવત પ્રારંભ થયો છે. છેલ્લા બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓના કિલ્લોલથી જીવંત બન્યા છે. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાતભરમાં આજે અંદાજીત લાખો વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર શાળાએ જઈને પોતાના નવા ધોરણના અભ્યાસની શરૂઆત કરી છે. વહેલી સવારથી જ વિદ્યાર્થીઓના સ્વાગત માટે આચાર્ય, શિક્ષકો સહિતનો સ્ટાફ શાળાના ગેટ પર ઉપસ્થિત રહ્યો હતો. વિદ્યાર્થીઓને કંકુ તિલક કરીને અને મોઢું મીઠું કરાવીને આવકારવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ શિક્ષકોને પગે લાગી આશીર્વાદ લીધા હતા.શાળાના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓમાં જૂના અને નવા મિત્રોને મળવાને લઈને અલગ જ ખુશી જોવા મળી હતી. જોકે, નાના ભૂલકાઓને વાલીઓ શાળાએ છોડીને જતાં કેટલાક બાળકો રડવા લાગ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કારખાનાના જમણવારમાં 'બે વાટકી રસ' માંગતા રત્નકલાકાર પર હુમલો:ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ અને ધોકાથી માર મારતા રત્નકલાકર ઈજાગ્રસ્ત
    Next Article
    માંજલપુર બેઠક પર સ્વ.‘યોગેશ કાકા’ના ઉત્તરાધિકારી કોણ?:વર્તમાન-પૂર્વ શહેર પ્રમુખ, પૂર્વ મેયર સહિત આ દિગ્ગજોના નામ રેસમાં; દાવેદારોની યાદીથી રાજકારણ ગરમાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment