Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલામાં ગેરકાયદેસર કોલસા ખનન સંપૂર્ણ બંધ:ડ્રોન સર્વેલન્સમાં મળ્યા સ્પષ્ટ પુરાવા, આધુનિક સાધનો દ્વારા સતત દેખરેખ

    1 week ago

    ચોટીલા સબ ડિવિઝન હેઠળના થાનગઢ અને મૂળી તાલુકાના કોલસા પ્રભાવિત વિસ્તારોમાં અગાઉ મોટા પાયે ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ ચાલતી હતી. દોઢ વર્ષ પહેલાં હાથ ધરાયેલી તપાસો અને દરોડા દરમિયાન જામવાળી, ભડુલો, ભેટ, અસુંદ્રાળી, ધોળિયા, ગુગલિયાણા, શેખરડી, ગઢડા, સોનગઢ, ખારો વિસ્તાર, વેલાળા, ખાખરાળા, રાવરાણી, રાણીપાટ, ઉમરડા, વગડીયા અને ખંપાળિયા સહિતના અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવા માટે ચોટીલા સબ ડિવિઝન તંત્ર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી હતી. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ સુનિયોજિત કાર્યવાહી હાથ ધરાઈ હતી. તંત્ર દ્વારા ગેરકાયદેસર કોલસાના કુવાઓ બંધ કરાવવામાં આવ્યા હતા અને સંવેદનશીલ વિસ્તારોમાં સતત દેખરેખ તથા મોનીટરિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, જે આજે પણ કાર્યરત છે. ગેરકાયદેસર ખનન ફરી શરૂ ન થાય અને કુદરતી સંસાધનોનું સંરક્ષણ થાય તે સુનિશ્ચિત કરવા માટે આધુનિક ડ્રોન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને નિયમિત હવાઈ સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. તાજેતરના ડ્રોન સર્વેક્ષણ અને તેના ફૂટેજના અભ્યાસથી સ્પષ્ટ થયું છે કે, અગાઉ ગેરકાયદેસર કોલસા ખનન માટે જાણીતા વિસ્તારોમાં હાલમાં કોઈ ખનન પ્રવૃત્તિ ચાલી રહી નથી. ડ્રોન સર્વેલન્સના ફૂટેજમાં અગાઉ ગેરકાયદેસર ખનન માટે ઉપયોગમાં લેવાતા સ્થળો અને કુવાઓ બિનકાર્યરત હાલતમાં જોવા મળ્યા છે. આ દર્શાવે છે કે ચોટીલા સબ ડિવિઝન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી અત્યંત અસરકારક સાબિત થઈ છે. થાનગઢ અને મૂળી તાલુકાના કોલસા પ્રભાવિત વિસ્તારોમાં અગાઉ મોટા પાયે ચાલતી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ હાલ સંપૂર્ણપણે બંધ છે. નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ જણાવ્યું હતું કે, સરકારી જમીન, કુદરતી સંપત્તિ અને પર્યાવરણને નુકસાન પહોંચાડતી ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિઓ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. નિયમોનો ભંગ કરનાર તત્વો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં પણ ડ્રોન સર્વેલન્સ અને અન્ય આધુનિક સાધનો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવશે. ચોટીલા સબ ડિવિઝન તંત્ર આધુનિક ટેક્નોલોજી, સુદ્રઢ વહીવટી વ્યવસ્થા અને સતત મોનીટરિંગના સમન્વયથી ગેરકાયદેસર કોલસા ખનન પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ અંકુશ જાળવી રાખવા તેમજ કુદરતી સંસાધનોના સંરક્ષણ માટે પ્રતિબદ્ધ છે. ડ્રોન સર્વેલન્સ દ્વારા પ્રાપ્ત થયેલા પુરાવાઓ આ સફળતા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવેલી સતત અને અસરકારક કાર્યવાહીઓનું પરિણામ છે.
    Click here to Read More
    Previous Article
    ધ્રોલમાં જૈન ટ્રસ્ટની કરોડોની જમીન પર ગેરકાયદે કબજો:લેન્ડ ગ્રેબિંગ હેઠળ પિતા-પુત્ર સહિત 3 સામે ફરિયાદ
    Next Article
    ગીરગઢડામાં બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત:પત્નીને તેડવા આવેલા રાજકોટના 21 વર્ષીય યુવકનું લગ્નના 5 મહિનામાં જ મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment