Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરગઢડામાં બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત:પત્નીને તેડવા આવેલા રાજકોટના 21 વર્ષીય યુવકનું લગ્નના 5 મહિનામાં જ મોત, 4 ગંભીર ઇજાગ્રસ્ત

    1 week ago

    ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા-બેડીયા રોડ પર રાત્રિના સમયે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. બે કાર અને એક મોટરસાયકલ વચ્ચે થયેલા આ ત્રિપલ અકસ્માતમાં એક 21 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. બે કાર અને એક બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાયા પ્રાપ્ત વિગતો અનુસાર, આ અકસ્માત ગીરગઢડાના બેડીયા ગામ નજીક રાત્રિના સમયે સર્જાયો હતો. બે કાર અને એક બાઈક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બનતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાસ્થળે જીવ ગુમાવનાર યુવક દેવલભાઈ જગદીશભાઈ ગોહિલ - 21 વર્ષ મૂળ બીલખાના અને હાલ રાજકોટના રહેવાસી. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિઓ અકસ્માતમાં હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા નીચેના ચાર લોકોને તાત્કાલિક ઉનાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે: 1. ચંપુભાઈ મનુભાઈ શેખવા - 60 વર્ષ, રહે. ડાભાળી, જી. અમરેલી 2.મિહિર ચુડાસમા - 22 વર્ષ 3.વિપુલભાઈ કનુભાઈ મેવાડા 30 વર્ષ – રહે. આંબાડા (બાઈક ચાલક) 4.રાહુલ વાલજીભાઈ મેવાડા - 22 વર્ષ – રહે. આંબાડા લગ્નના માત્ર 5 મહિનામાં જ યુવકનું મોત આ અકસ્માતની સૌથી હૃદયદ્રાવક બાબત એ છે કે મૃતક દેવલભાઈના લગ્ન હજુ પાંચ મહિના પહેલા જ ગીરગઢડા તાલુકાના ખિલાવડ ગામે થયા હતા. મૃતકના સસરાના જણાવ્યા મુજબ, દેવલભાઈ આજે રાજકોટથી પોતાની પત્નીને તેડવા માટે ખિલાવડ આવી રહ્યા હતા. પરંતુ પત્નીને ઘરે લઈ જાય તે પહેલા જ રસ્તામાં કાળ આંબી ગયો અને આ અકસ્માતે પરિવારની ખુશીઓ છીનવી લીધી. અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા ઇજાગ્રસ્તોને જે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં પણ લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. ગીરગઢડા પોલીસ કાફલો ઘટનાસ્થળે બનાવની જાણ ગીરગઢડા પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સૌથી પહેલા રોડ પર જામ થયેલા ભારે ટ્રાફિકને દૂર કરાવ્યો હતો અને વાહનવ્યવહારને પુનઃ શરૂ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    ચોટીલામાં ગેરકાયદેસર કોલસા ખનન સંપૂર્ણ બંધ:ડ્રોન સર્વેલન્સમાં મળ્યા સ્પષ્ટ પુરાવા, આધુનિક સાધનો દ્વારા સતત દેખરેખ
    Next Article
    Ground Report | જળ માટે જીવ સટોસટનો જંગ! | પ્રિ-મોનસૂન કામગીરીમાં પોલંપોલ! | Ground Report | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment