Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દીવના ખુખરી બીચ પરથી દુર્લભ કાચબાનો મૃતદેહ મળ્યો:પ્રવાસીઓએ વીડિયો બનાવ્યા, વન વિભાગ અજાણ હોવાના આક્ષેપ

    1 week ago

    દીવના પ્રસિદ્ધ ખુખરી બીચ વિસ્તારમાં એક દુર્લભ દરિયાઈ કાચબાનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. બીચ પર ફરવા આવેલા પ્રવાસીઓએ મૃત કાચબાના વીડિયો અને ફોટોગ્રાફ્સ પોતાના મોબાઈલ ફોનમાં કેદ કરી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા, જેના પગલે આ ઘટના ચર્ચાનો વિષય બની છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, મૃત હાલતમાં મળેલો આ કાચબો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ શેડ્યૂલ-1 શ્રેણીમાં આવતો હોવાનું માનવામાં આવે છે. આ શ્રેણીના પ્રાણીઓને સર્વોચ્ચ કાનૂની રક્ષણ આપવામાં આવે છે. તેમ છતાં આવા મહત્વના વન્યજીવનો મૃતદેહ જાહેર બીચ વિસ્તારમાં પડ્યો હોવા છતાં સંબંધિત વિભાગને તેની જાણ ન હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. ઘટનાની જાણ સોશિયલ મીડિયા મારફતે વ્યાપક બનતા વન્યજીવ પ્રેમીઓ અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકો દ્વારા કાચબાના મોતનું કારણ શોધી જવાબદાર તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી રહી છે. વન્યજીવ સંરક્ષણ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયાઈ કાચબાઓના સંરક્ષણ માટે વધુ અસરકારક મોનીટરીંગ અને પેટ્રોલિંગની જરૂર છે, જેથી આવી ઘટનાઓને અટકાવી શકાય. હાલ આ મામલે સત્તાવાર રીતે વન વિભાગ તરફથી કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ઘટનાની તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત ક્રાઈમ બ્રાંચનું UPમાં ઓપરેશન:16 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ઝાંસીથી ઝડપાયો
    Next Article
    નકલી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના સ્કેમનો પર્દાફાશ:વડોદરામાં બેઠા બેઠા વોઇસ કોલ કરીને ફાંકડું અંગ્રેજી બોલી અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપીને જાળમાં ફસાવીને 150થી 200 ડોલર પડાવતા, વેબસિરીઝ પરથી શિખ્યા, 4ની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment