Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત ક્રાઈમ બ્રાંચનું UPમાં ઓપરેશન:16 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતો-ફરતો વોન્ટેડ આરોપી ઝાંસીથી ઝડપાયો

    1 week ago

    સુરત શહેર ક્રાઈમ બ્રાંચને એક મોટી સફળતા મળી છે. છેલ્લા 16 વર્ષથી પોલીસની આંખમાં ધૂળ નાખીને નાસતા ફરતા એક રીઢા ગુનેગારને ક્રાઈમ બ્રાંચની ટીમે ઉત્તરપ્રદેશના ઝાંસી ખાતેથી દબોચી લીધો છે. પકડાયેલ આરોપી વર્ષ 2010 માં સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા આશરે રૂપિયા 2 લાખની છેતરપિંડીના ગુનામાં મુખ્ય આરોપી તરીકે વોન્ટેડ હતો. પોલીસની ધરપકડથી બચવા માટે તે છેલ્લા દોઢ દાયકાથી વધુ સમયથી પોતાનું રહેઠાણ બદલીને ઉત્તરપ્રદેશમાં છુપાઈને રહેતો હતો. 2 લાખ રૂપિયાની છેતરપિંડીના કેસમાં ફરાર હતો મળતી માહિતી મુજબ વર્ષ 2010 માં સુરતના પુણા વિસ્તારમાં એક છેતરપિંડીની ઘટના સામે આવી હતી. આ ગુનાનો મુખ્ય સૂત્રધાર આરોપી રમેશસિંહ ભારતસિંહ જાદોન છે, જે મૂળ ઉત્તરપ્રદેશના ઝાંસીનો વતની છે. રમેશસિંહે વર્ષ 2010 માં પુણા વિસ્તારમાં પોતાના સગા ભાણેજ સાથે મળીને એક વ્યક્તિ (ફરિયાદી) ને વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ બંને મામા-ભાણેજે ભેગા મળીને ફરિયાદી સાથે અંદાજે રૂપિયા 2,00,000 ની મોટી રકમની છેતરપિંડી આચરી હતી. આ નાણાં પરત ન ચુકવીને તેઓ ફરિયાદી સાથે વિશ્વાસઘાત કરી રાતોરાત સુરત શહેરમાંથી ભાગી છૂટ્યા હતા. આ મામલે પુણા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી. ગુનો દાખલ થયા બાદથી જ આરોપી રમેશસિંહ જાદોન સુરત અને ગુજરાત પોલીસની પકડથી દૂર ભાગતો રહ્યો હતો અને ધરપકડ ટાળવા માટે જુદા જુદા આશરા બદલતો હતો. ઝાંસીમાં ઓળખ છુપાવીને રહેતો હતો સુરત ક્રાઈમ બ્રાંચના આર્મ્સ સ્કોડના પોલીસ જવાનોને એક ચોક્કસ અને અત્યંત વિશ્વસનીય ગુપ્ત બાતમી મળી હતી. બાતમીમાં હકીકત સામે આવી હતી કે, વર્ષ 2010 ના છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી રમેશસિંહ જાદોન હાલમાં ઉત્તરપ્રદેશના ઝાંસી શહેર ખાતે પોતાની ઓળખ છુપાવીને રહી રહ્યો છે. બાતમીના આધારે ક્રાઈમ બ્રાંચની એક ખાસ ટીમ તાત્કાલિક ઉત્તરપ્રદેશના ઝાંસી ખાતે જવા રવાના થઈ હતી. ઝાંસી પહોંચીને પોલીસે સ્થાનિક કક્ષાએ કોઈને ખબર ન પડે તે રીતે ખાનગી રાહે ઊંડાણપૂર્વક તપાસ આદરી હતી. સ્થાનિક વિસ્તારમાં વોચ ગોઠવીને આખરે પોલીસે આરોપી રમેશસિંહ ભારતસિંહ જાદોન (રહે. રેલ્વે લાઇન ગ્વાલીયર રોડ, પોલીસ ચોકીની વચ્ચે, નયાગાવ, ગ્વાલીયર, થાના:- સીપરીબજાર, તાલુકો અને જીલ્લો:- ઝાંસી, ઉત્તરપ્રદેશ) ને ત્યાંથી ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચે પૂછપરછ કરતા 16 વર્ષ જૂના ગુનાની કબૂલાત કરી ઝાંસીથી પકડાયેલા આરોપી રમેશસિંહને કડક સુરક્ષા વચ્ચે સુરત શહેર ક્રાઈમ બ્રાંચ ખાતે લાવવામાં આવ્યો હતો. અહીં ક્રાઈમ બ્રાંચના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની કુનેહપૂર્વક અને સઘન પૂછપરછ કરવામાં આવતા, તેણે 16 વર્ષ પહેલાં આચરેલા ગુનાની કબૂલાત કરી લીધી હતી. આરોપીએ સ્વીકાર્યું હતું કે વર્ષ 2010 માં તેણે તેના ભાણેજ સાથે મળીને પુણા વિસ્તારમાં ફરિયાદી પાસેથી રૂપિયા 2 લાખ પડાવી લીધા હતા અને ત્યારબાદ તે પકડાઈ જવાની બીકે વતન અને આસપાસના વિસ્તારોમાં છુપાઈને રહેતો હતો. સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે સોળ વર્ષ જૂના આ ગુનાના નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરી છે, તેમજ વધુ તપાસ અર્થે આરોપીનો કબ્જો પુણા પોલીસ મથકને સોંપવામાં આવ્યો છે. આમ, સુરત પોલીસની સચોટ બાતમી અને હિંમતભર્યા ઓપરેશનના કારણે 16 વર્ષ જૂના ગુનાનો ભેદ ઉકેલાયો છે અને એક વોન્ટેડ ગુનેગાર આખરે કાયદાના સિકંજામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    TMC Political Crisis: Abhishek Banerjee-Mamata Banerjee क्यों पहुंचे दिल्ली? Ritabrata Banerjee
    Next Article
    દીવના ખુખરી બીચ પરથી દુર્લભ કાચબાનો મૃતદેહ મળ્યો:પ્રવાસીઓએ વીડિયો બનાવ્યા, વન વિભાગ અજાણ હોવાના આક્ષેપ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment