Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના સ્કેમનો પર્દાફાશ:વડોદરામાં બેઠા બેઠા વોઇસ કોલ કરીને ફાંકડું અંગ્રેજી બોલી અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપીને જાળમાં ફસાવીને 150થી 200 ડોલર પડાવતા, વેબસિરીઝ પરથી શિખ્યા, 4ની ધરપકડ

    1 week ago

    વડોદરા LCB ઝોન 2ની ટીમે ફેક ઇન્ટરનેશનલ કોલ સેન્ટરના સ્કેમનો પર્દાફાશ કર્યો છે. વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાં વિદેશી નાગરિકો સાથે ગેરકાયદેસર રીતે કોલ સેન્ટર ઊભું કરી ઓનલાઈન ઠગાઈ ચલાવતું નેટવર્ક ઝડપી પાડ્યું છે અને 4 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. ચારેય ભેજાબાજ વડોદરામાં બેઠા બેઠા ફાંકડું અંગ્રેજી બોલીને અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપીને જાળમાં ફસાવતા હતા અને ઓનલાઈન છેતરપિંડી આચરીને 150થી 200 ડોલર પડાવતા હતા. LCB ઝોન 2ની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે DCP મંજીતા વણઝારાના સૂચના પ્રમાણે PSI સી એમ ગઢવી અને તેમની ટીમે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલા પ્રધાનજીની ચાલ ખાતે આવેલ 101, beryl એપાર્ટમેન્ટ ખાતે રેડ કરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કરણ લોકવાણી તેના મિત્રો સાથે કોઈપણ લાઇસન્સ કે મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ઇન્ટરનેશનલ કોલ કરી વિદેશમાં રહેતા અમેરિકન નાગરિકો સાથે વાતચીત કરતા હતા અને તમારી લોન મંજુર થઈ ગઈ છે. તેમ કહીને વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી તેમની સાથે ઓનલાઈન નાણાકીય ઠગાઈ અને છેતરપિંડી આચરતા હતા. 4 આરોપીની પૂછપરછમાં તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વિદેશમા રહેતા લોકોને વોઇસ કોલ કરીને સિટી ક્રેડિટ્સ તરફથી તેઓની લોન મંજુર કરવામાં આવી છે, તેમ ફોન કરી જણાવી તેઓની પાસેથી તેઓના ડેબીટ કાર્ડનો નંબર તેમજ એક્ષપાઈરી ડેટ અને CVV નંબર લઇ લેતા હતા અને તેઓની લોન મંજુર થઇ જશે, તેમ કહીને ફી પેટે 150થી 200 ડોલર જેટલી રકમ પડાવતા હતા. પકડાયેલ આરોપીઓના નામ (1) કરણ રામચંદ લોકવાણી ઉ.વ. 32, રહે.- જી/01, રીલનગર, એફ.સી.આઇ. ગોડાઉન, એલેમ્બીક રોડ, કેમીકલ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા (2) જોનાથન જોનસન દાસ રહે.બ્લોક નં-08, ખારખાના કમ્પાઉંડ, હીલ મેમોરીયલ નજીક, ફતેહગંજ વડોદરા (3) પંકજ અશોક જેઠવાણી ઉ.વ.40 રહે. ફ્લેટ નં:51.વિશ્વનાથ-04 એપાર્ટમેંટ, આઝાદ સોસાયટી, સમય એપાર્ટમેંટની સામે, આંબાવાડી, અમદાવાદ (4) આલેરસુલ મુસ્તાકઅલી સૈયદ ઉ.વ.34 રહે.એ/3, ગીલીસ્તા બંગ્લોઝ, તાંદલઝા, આમીર કોમ્લેક્ષ સામે, તાંદલજા, વડોદરા પોલીસ દ્વારા કોલ સેન્ટર ચલાવવા માટે ઉપયોગમાં લેવાતા વિવિધ ઉપકરણો 7 મોબાઈલ, 8 લેપટોપ, 1 ફાઇબર વાઇફાઇ રાઉટર અને રોકડ રકમ સહિત કુલ 3.57 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે આ સમગ્ર મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. DCP ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, એક શેરબજારનો એક્સપર્ટ છે, બીજો એક આરોપી કોલ સેન્ટરમાં કામ કરી ચૂક્યો છે. બીજા બે કોલિંગ એક્સપર્ટ અને સારી અંગ્રેજીના જાણકાર છે. આ લોકો ડાર્ક વેબ પરથી કોન્ટેક્ટ નંબર લઈને અમેરિકામાં કોલ કરતા હતા. આ લોકો ફેક કોલ સેન્ટર ચલાવીને અમેરિકન નાગરિકો પાસેથી પૈસા પડાવવાનું ષડયંત્ર છેલ્લા 2 મહિનાથી ચલાવતા હતા. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કરણ લોકવાણી અને જોનાથન દાસ મુખ્ય સૂત્રધાર છે. આ બંનેએ બીજા બે છોકરાઓને ટાસ્ક આપીને તાલીમ આપી હતી. આ લોકો મોજશોખ માટે વેબસિરીઝ જોઈને આ ફ્રોડ કરવાનું શીખ્યા હતા. આ આરોપીઓએ કેટલા લોકોને શિકાર બનાવ્યા, તેની તપાસ હાલ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    દીવના ખુખરી બીચ પરથી દુર્લભ કાચબાનો મૃતદેહ મળ્યો:પ્રવાસીઓએ વીડિયો બનાવ્યા, વન વિભાગ અજાણ હોવાના આક્ષેપ
    Next Article
    આપ પ્રદેશ મહિલા મોરચામાં 25 નવા ચહેરાઓને સ્થાન અપાયું:2027 વિધાનસભા ચૂંટણી પૂર્વે પ્રદેશ સંગઠન મંત્રી અને ઉપપ્રમુખ તરીકે વરણી, જુઓ સંપૂર્ણ લિસ્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment