Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાલોડમાં મોપેડ ચાલકે બાઇક સવારને ટક્કર મારી:ગંભીર ઈજાઓ પહોંચાડી ફરાર, પોલીસ તપાસ શરૂ

    1 week ago

    તાપી જિલ્લાના વાલોડમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે. 4જૂનના રોજ સવારે 11 વાગ્યાના અરસામાં એક અજાણ્યા મોપેડ ચાલકે બાઇક સવાર કિશોરભાઈ પ્રજાપતિને ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલે વાલોડ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદી મગનભાઈ પ્રજાપતિના નાનાભાઈ કિશોરભાઈ ભગુભાઈ પ્રજાપતિ પોતાની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી. નં. GJ-26-F-5927) લઈને દેગામાથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન વાલોડ એસ.બી.આઈ. બેંક રોડ પાસે આવેલ આંગણવાડીના ત્રણ રસ્તા નજીક આ અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા મોપેડ ચાલકે તેમની બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને કારણે કિશોરભાઈ બાઇક પરથી નીચે પટકાયા હતા અને તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક વાલોડની કેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વધુ સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને બારડોલીની નોવા લાઈફ લાઈન હોસ્પિટલ અને ત્યારબાદ સુરતના વેસુ સ્થિત મૈત્રય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ કિશોરભાઈ બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પરિવારજનો કિશોરભાઈની સારવારમાં વ્યસ્ત હોવાથી ફરિયાદ નોંધાવવામાં વિલંબ થયો હતો. વાલોડ પોલીસે અજાણ્યા મોપેડ ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા ચાલકની શોધખોળ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    ત્રાપજ પુલ પાસેથી કોડીન કફ સીરપનો જથ્થો ઝડપાયો:એસઓજીએ કોડીન ફોસ્ફેટ કફ સીરપની 60 બોટલ સાથે એક શખ્સને દબોચ્યો, ડોક્ટર સહિત 2 સામે ગુનો
    Next Article
    ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહમિલન સમારંભ યોજાયો:મોડાસાની બી. કનઈ સ્કૂલમાં છેલ્લા 20 વર્ષના વિદ્યાર્થીએ માતૃસંસ્થા સાથેના સંબંધો તાજાં કર્યાં; વિવિધ કાર્યક્રમો યોજાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment