Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જંબુસરમાં કોંગ્રેસનું મોંઘવારી વિરોધી પ્રદર્શન:ઇંધણના ભાવવધારા સામે વિરોધ, અનેક નેતા-કાર્યકર્તાઓની અટકાયત બાદ છોડી મૂકાયા

    1 सप्ताह पहले

    જંબુસરમાં કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને ઇંધણના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જંબુસર એસટી ડેપો સર્કલ પાસે યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. અને બાદમાં છોડી મૂકવામાં આવ્યા આ વિરોધ પ્રદર્શન દેશમાં સતત વધી રહેલા ડીઝલ, પેટ્રોલ અને ગેસના ભાવ તેમજ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીના મુદ્દે કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ બળદગાડાનો ઉપયોગ કરીને કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓ સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે પેટ્રોલ, ડીઝલ અને ઘરેલુ ગેસના ભાવમાં સતત વધારો થવાથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. મોંઘવારીના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે, જેનાથી સામાન્ય જનતા મુશ્કેલીનો સામનો કરી રહી છે. પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકર્તાઓએ બળદગાડા સાથે રેલી યોજી સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. બળદગાડા દ્વારા વધતી મોંઘવારી અને ઇંધણના ભાવવધારાને પ્રતિકાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે ઇંધણના સતત વધતા ભાવોને કારણે પરિવહન ખર્ચમાં વધારો થયો છે, જેના સીધા પ્રભાવરૂપે તમામ ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ વિરોધ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, જંબુસરના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય કિરણસિંહ મકવાણા, જંબુસર તાલુકા કોંગ્રેસ પ્રમુખ સરદ સિંહ રણા, જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ ઈરફાન પટેલ, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વિરોધ વધુ ઉગ્ર બનતા પોલીસે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. અટકાયત બાદ કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને મોંઘવારીના મુદ્દે જનઆંદોલન વધુ મજબૂત બનાવવાની ચેતવણી આપી હતી. કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે જો મોંઘવારી અને ઇંધણના ભાવવધારા મુદ્દે સરકાર દ્વારા તાત્કાલિક રાહત આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સાબરમતી રિવરફ્રન્ટ પર 'સાયક્લોથોન':ધારાસભ્યો-સાંસદ સહિત 1000 લોકોએ સાયકલ ચલાવી; નજીકના સ્થળે જવા સાયકલનો ઉપયોગ કરવા મેયરની અપીલ
    Next Article
    માથાસુલિયા ગામે 8 લાખની ચોરી:પરિવાર ઓસરીમાં સૂતો હતો, તસ્કરો રસોડાની જાળી તોડી ઘૂસ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment