Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાઇકને અડફેટે લઈ કાર ટેન્કરમાં ઘૂસી, કાકા-ભત્રીજાનું મોત:પરિવારમાં આક્રંદ, કાર ચાલક ઈજાગ્રસ્ત; ભાવનગર રિંગ રોડ પર અકસ્માત

    1 week ago

    ભાવનગર શહેરના રિંગ રોડ પર શ્રીજી પાર્ટી પ્લોટ સામે ગત(7 જૂન) મોડી રાત્રે પુરપાટ ઝડપે આવતી કારે બાઈક સવાર બે લોકોને અડફેટે લીધા હતા. અકસ્માત બાદ કાર બંધ ટેન્કર સાથે અથડાઈ હતી. ઘટનામાં બંને બાઈક સવારો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા બાદ હોસ્પિટલમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે કારમાં સવાર બે વ્યક્તિને પણ ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અક્સ્માતમાં કાકા-ભત્રીજાનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો છે. બાઇકને અડફેટે લઈ કાર ટેન્કરમાં ઘૂસી ગઈ અકસ્માત બાદ કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઈડમાં ઉભેલા બંધ ટેન્કર પાછળ કાર ઘૂસી ગઈ હતી. કાર ટેન્કરમાં ઘૂસતા એટલો પ્રચંડ અવાજ આવ્યો કે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. કાકા-ભત્રીજાના મોત બાઇક સવાર બેચરભાઈ ખાટાભાઈ બારૈયા (ઉ.વ 48, રહે. કૈલાશ સોસાયટી ઘોઘારોડ પ્લોટ નંબર 23) અને રાકેશભાઈ મનસુખભાઇ બારૈયા (ઉ.વ 28, રહે. બળવંતરાય સોસાયટી ઘોઘારોડ અકવાડા પ્લોટ નંબર 29) ના રહેવાસી જે બંનેના મોત નિપજ્યા છે. મૃતક કાકા-ભત્રીજો હતા. બાઇક સવાર બે શખસના મોત સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં ઈજાગ્રસ્તોને સારવાર માટે સર ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે કારમાં સવાર બે વ્યક્તિને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જોકે સર ટી હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ બાદ બંને બાઈક સવારોને મૃત જાહેર કર્યા હતા, ત્યારબાદ બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો પણ સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. પૂરઝડપે આવતી કાર ડમ્પરમાં ઘૂસી, પાંચના મોત મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક 5 જૂનની રાત્રિના 9:30 વાગ્યાના અરસામાં પૂરઝડપે આવતી કાર રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે ધડાકાભેર અથડાતા પાંચ લોકોના મોત થયા હતા, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી. ઉલ્લેખનીય છે કે, રણછોડગઢ તા.પંના સદસ્ય પ્રેમજી દઢેયાનું પણ આ અકસ્માતમાં મોત થયું હતું. વાંચો સંપૂર્ણ સમાચાર
    Click here to Read More
    Previous Article
    ભારત-અફઘાનિસ્તાન ટેસ્ટ, બીજા દિવસની મેચ શરૂ:ગિલ LBW થવાથી બચ્યો, અફઘાની કેપ્ટને રિવ્યુ ન લીધો
    Next Article
    ચરાડવા અકસ્માતમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાઈ:5 જૂને ડમ્પર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 5ના મોત થયા, 2 ઈજાગ્રસ્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment