Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચરાડવા અકસ્માતમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાઈ:5 જૂને ડમ્પર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 5ના મોત થયા, 2 ઈજાગ્રસ્ત

    1 week ago

    હળવદ-મોરબી હાઈવે પર ચરાડવા નજીક થયેલા અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ડમ્પર ચાલક વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. રણછોડગઢના રહેવાસી પ્રકાશ ડઢૈયાએ ટ્રક ડમ્પર નંબર GJ-13-AX-5287 ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, 5 જૂનના રોજ પ્રકાશભાઈ અને અન્ય લોકો કિયા સેલ્ટોસ કાર નંબર GJ-36-AF-7075 માં મોરબી તરફ જઈ રહ્યા હતા. તે સમયે આરોપી ડમ્પર ચાલકે સિરામિક કારખાનામાંથી કોઈ સિગ્નલ આપ્યા વગર અને આજુબાજુ ધ્યાન રાખ્યા વગર અચાનક પોતાનું ડમ્પર રોડની વચ્ચે આડું મૂકી દીધું હતું. આના કારણે કાર સાથે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ભરતભાઈ પ્રભુભાઈ, પ્રેમજીભાઈ શંકરભાઈ, સુરેશભાઈ વિસાભાઈ, વિરમભાઈ ભીમાભાઈ અને પરેશભાઈ દિલીપભાઈના ઘટનાસ્થળે જ ગંભીર ઇજાઓને કારણે મોત નીપજ્યા હતા. ફરિયાદી પ્રકાશભાઈ અને અન્ય એક વ્યક્તિને ઇજાઓ થઈ હતી. ફરિયાદમાં જણાવાયું છે કે અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. હળવદ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બાઇકને અડફેટે લઈ કાર ટેન્કરમાં ઘૂસી, કાકા-ભત્રીજાનું મોત:પરિવારમાં આક્રંદ, કાર ચાલક ઈજાગ્રસ્ત; ભાવનગર રિંગ રોડ પર અકસ્માત
    Next Article
    મોરબીમાં બોર્ડની પૂરક પરીક્ષા માટે સમીક્ષા બેઠક:1,855 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, વ્યવસ્થાની ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment