Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં બોર્ડની પૂરક પરીક્ષા માટે સમીક્ષા બેઠક:1,855 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, વ્યવસ્થાની ચર્ચા થઈ

    1 सप्ताह पहले

    મોરબી જિલ્લામાં આગામી 11 થી 20 જૂન દરમિયાન યોજાનારી ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓના સુચારુ આયોજન માટે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચરના અધ્યક્ષસ્થાને શનિવારે આ બેઠક મળી હતી. બેઠકમાં તમામ સંબંધિત વિભાગોને પરીક્ષાની કામગીરી ગંભીરતાથી લેવા અને જરૂરી તકેદારી રાખવા સૂચના અપાઈ હતી. પીજીવીસીએલને અવિરત વીજ પુરવઠો, એસટી વિભાગને નિયમિત બસ સેવા અને પોલીસ વિભાગને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સુનિશ્ચિત કરવા જણાવાયું હતું. જિલ્લા શિક્ષણાધિકારી કમલેશભાઈ મોતાએ પરીક્ષા કેન્દ્રોના સ્થળ સંચાલકોને સૂચના આપી હતી કે, કોઈ પણ વિદ્યાર્થી મોબાઈલ કે અન્ય ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ સાથે પરીક્ષા ખંડમાં પ્રવેશ ન કરે તેની સઘન ચકાસણી કરવામાં આવે. મોરબી જિલ્લામાં કુલ 1,855 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપશે. જેમાં ધોરણ-10ના 1,241 વિદ્યાર્થીઓ, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 308 અને વિજ્ઞાન પ્રવાહના 306 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ પરીક્ષા 9 બિલ્ડિંગના 70 બ્લોકમાં યોજાશે.
    Click here to Read More
    Previous Article
    ચરાડવા અકસ્માતમાં ડમ્પરચાલક સામે ફરિયાદ નોંધાઈ:5 જૂને ડમ્પર અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 5ના મોત થયા, 2 ઈજાગ્રસ્ત
    Next Article
    ‘મિશન શક્તિ- ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન’ સફળતાપૂર્વક પૂર્ણ:વડોદરાની નિશાકુમારી સહિતની યુવતીઓએ હિમાચલ પ્રદેશની પર્વતમાળામાં 17,350 ફૂટ ઊંચા શિખર પર લહેરાવ્યો વિજયધ્વજ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment