Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મિશન શક્તિ- ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન’ સફળતાપૂર્વક પૂર્ણ:વડોદરાની નિશાકુમારી સહિતની યુવતીઓએ હિમાચલ પ્રદેશની પર્વતમાળામાં 17,350 ફૂટ ઊંચા શિખર પર લહેરાવ્યો વિજયધ્વજ

    1 सप्ताह पहले

    વડોદરાની એવરેસ્ટર અને સ્કિલ ફાઉન્ડેશનની સ્થાપિકા એવરેસ્ટર નિશાકુમારીના નેતૃત્વ હેઠળ આયોજિત ‘મિશન શક્તિ – ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026’ સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. દેશના વિવિધ રાજ્યોમાંથી આવેલી યુવતીઓએ હિમાચલ પ્રદેશની પીર પંજાલ પર્વતમાળામાં આવેલા 17,350 ફૂટ ઊંચા ફ્રેન્ડશિપ પીક પર સફળ ચઢાણ કરીને સાહસ, આત્મવિશ્વાસ, શિસ્ત અને ટીમવર્કનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. અભિયાન દરમિયાન ટીમે બરફથી ઢંકાયેલા માર્ગો, સતત બદલાતું હવામાન, ઓક્સિજનની ઓછી માત્રા અને કઠિન ચઢાણ જેવા પડકારોનો સામનો કરી અદમ્ય હિંમત અને સંકલ્પશક્તિનું પ્રદર્શન કર્યું હતું. ‘મિશન શક્તિ’ એ એવરેસ્ટર નિશા કુમારીનું વિશેષ અભિયાન છે, જેનો મુખ્ય હેતુ દેશભરની યુવતીઓને સાહસિક પ્રવૃત્તિઓ, ફિટનેસ, નેતૃત્વ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી માટે પ્રેરિત કરવાનો છે. આ અભિયાનમાં એવરેસ્ટર નિશા કુમારી ટીમ લીડર તરીકે જોડાયા હતા. તેમની સાથે સમિટર આરતી લાખોટરા અને પ્રાચી અગ્રવાલ સહિત પ્રાચી જયસિંહ, અવની ભટ્ટ, બંસી પટેલ, ધ્વનિ બલાણી, વિશ્વા કનેરિયા, વિશ્વા કાકડિયા, દિવ્યા રાઠવા, રમ્યા ચિલુવરી અને સ્નેહા ચાકે ભાગ લીધો હતો. અભિયાનની સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે આરતી લાખોટરા અને પ્રાચી અગ્રવાલે એવરેસ્ટર નિશા કુમારી સાથે સફળતાપૂર્વક ફ્રેન્ડશિપ પીક સમિટ પૂર્ણ કરી હતી, જે ‘મિશન શક્તિ’ માટે ગૌરવની ક્ષણ બની છે. અભિયાન દરમિયાન ટીમે સમગ્ર દેશમાં “Change Before Climate Change”, “Fit India, Green India”, “મહિલા સશક્તિકરણ દ્વારા સાહસ” તેમજ “ફિટનેસ અને પર્યાવરણ જાગૃતિ” જેવા સંદેશો પહોંચાડીને જનજાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ પ્રસંગે એવરેસ્ટર નિશા કુમારીએ જણાવ્યું હતું કે, “મિશન શક્તિ માત્ર પર્વત સર કરવાની યાત્રા નથી, પરંતુ યુવતીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વ, શિસ્ત અને પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી વિકસાવવાનો એક પ્રયાસ છે. અમે ઈચ્છીએ છીએ કે દેશની દરેક દીકરી પોતાના સપનાઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડે અને સ્વસ્થ તથા હરિયાળા ભારતના નિર્માણમાં યોગદાન આપે.” ‘મિશન શક્તિ – ઓલ ગર્લ્સ ફ્રેન્ડશિપ પીક અભિયાન 2026’ યુવતીઓના સશક્તિકરણ, ફિટનેસ અને ક્લાઈમેટ એક્શન માટે પ્રેરણાદાયી પહેલ સાબિત થયું છે, જે દેશભરની અનેક દીકરીઓને મોટા સપના જોવાની અને તેને સાકાર કરવાની પ્રેરણા આપશે.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં બોર્ડની પૂરક પરીક્ષા માટે સમીક્ષા બેઠક:1,855 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા, વ્યવસ્થાની ચર્ચા થઈ
    Next Article
    ફેરફારિત ટીપીથી સરકારી સ્કૂલો માટે પ્લોટ મળશે:આંબાવાડી અને પાલડીની ફેરફારિત TPને મંજૂરી, રોડ પહોળા, સર્કલ રિડિઝાઈન થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment