Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોખડદડમાં TP સ્કીમ સામે ખેડૂતોમાં રોષ:અધિકારીઓ અધૂરી જાણકારી આપી ગેરમાર્ગે દોરતા હોવાનો આક્ષેપ, રૂડાના અધિકારીઓએ ખેડૂતો સાથે બેઠક યોજી

    8 hours ago

    રાજકોટના ખોખડદડ વિસ્તારમાં નવી સૂચિત ટાઉન પ્લાનિંગ (TP) સ્કીમ સામે સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એડવોકેટ રાઘવ ઘેલાણીની આગેવાનીમાં 50થી વધુ ખેડૂતોએ એકઠા થઈને તંત્ર સામે મોરચો માંડ્યો હતો. ખેડૂતોનો મુખ્ય આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમને અંધારામાં રાખીને અન્યાયી રીતે જમીન કપાત કરવામાં આવી રહી છે. આ મામલે રજૂઆત બાદ 'રૂડા' (RUDA) ના અધિકારીઓ દ્વારા ખેડૂતો સાથે એક વિશેષ બેઠક પણ યોજવામાં આવી હતી. અધિકારીઓની મનમાની અને કાયદાનું ઉલ્લંઘન ખેડૂતો વતી રજૂઆત કરતા એડવોકેટ રાઘવ ઘેલાણીએ જણાવ્યું હતું કે, TP સ્કીમ ખેડૂતોના હિત માટે હોવી જોઈએ, પરંતુ અહીં અધિકારીઓ પોતાની મનમાની ચલાવી રહ્યા છે. અગાઉની સ્કીમોમાં પણ ખેડૂતોને કાયદાની ખોટી સમજણ આપીને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હોવાના આક્ષેપ થયા છે. ખેડૂતો જ્યારે કાયદાકીય પ્રશ્નો પૂછે છે, ત્યારે અધિકારીઓ સંતોષકારક જવાબ આપવાને બદલે માત્ર 'વિશ્વાસ રાખવા'નું કહીને વાત ટાળી દે છે. જમીન કપાત અને પ્લોટ ફાળવણીમાં અન્યાય રાઘવ ઘેલાણીએ જણાવ્યું હતું કે, નિયમ વિરુદ્ધ 40 ટકા જેટલી જમીન કાપી લેવામાં આવે છે. મુખ્ય રોડ પરની કિંમતી જમીનો અધિકારીઓ પોતાના હસ્તક રિઝર્વેશનમાં રાખે છે. ખેડૂતોને મુખ્ય રોડને બદલે અંદરના ભાગે અથવા સાંકડા રસ્તાઓ પર પ્લોટ ફાળવવામાં આવે છે. આર્થિક બોજ, બેટરમેન્ટ ચાર્જની સમસ્યા ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન આર્થિક બોજનો છે. રાઘવ ઘેલાણીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે, અગાઉની સ્કીમોમાં ખેડૂતો પાસેથી વીઘા દીઠ ₹10 લાખથી ₹25 લાખ સુધીનો બેટરમેન્ટ ચાર્જ વસૂલવામાં આવ્યો છે. ખેડૂતોનું કહેવું છે કે જો TP સ્કીમથી શહેરનો વિકાસ થવાનો હોય, તો તેનો સંપૂર્ણ આર્થિક બોજ માત્ર ખેડૂતો પર જ કેમ નાખવામાં આવે છે? કાયદાકીય અજ્ઞાનતાનો લાભ લઈને ખેડૂતોને પાયમાલ કરવાનું કાવતરું બંધ થવું જોઈએ. આંદોલનની ચીમકી ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિકાસના વિરોધી નથી, પરંતુ વિકાસના નામે થતા શોષણના વિરોધી છે. તેમની મુખ્ય માંગણીઓ છે કે TP સ્કીમનો અમલ સંપૂર્ણપણે કાયદા મુજબ થવો જોઈએ. જમીન કપાત અને બેટરમેન્ટ ચાર્જની પ્રક્રિયા પારદર્શક હોવી જોઈએ. નિર્ણય પ્રક્રિયામાં અધિકારીઓની મનમાનીને બદલે ખેડૂતોના હિતને પ્રાધાન્ય મળવું જોઈએ. જો તંત્ર દ્વારા આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે, તો આગામી સમયમાં ખેડૂતો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. હવે જોવાનું એ રહે છે કે સત્તાધીશો આ વિવાદનો શું વચગાળાનો રસ્તો કાઢે છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર વોર્ડ 2 માં નવી પાણી લાઇનનું ખાતમુહૂર્ત:જૂની પાણીની પાઈપલાઈનો બદલી નાખવામાં આવતા પાણીની સમસ્યાનું નિરાકરણ આવશે
    Next Article
    5 Interesting Recipes You Can Make With Leftover Pizza Dough

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment