Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં ડુપ્લીકેટ બીડી વેચતા 2 લોકો પકડાયા:પાનના ગલ્લા પરથી 'ચાર ભાઈ બીડી'ના નામે વેચાણ, પોલીસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ

    11 hours ago

    બોટાદ શહેરમાં 8 સપ્ટેમ્બરના રોજ ડુપ્લીકેટ બીડી વેચતા બે લોકોને પોલીસે પકડ્યા છે. 'ચાર ભાઈ બીડી' કંપનીના પ્રતિનિધિ રફિકભાઈ લાખાણીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી. રફિકભાઈ લાખાણીએ જયેન્દ્રભાઈ જોષીની પાનની દુકાન પરથી દલસુખભાઈ વસોયા પાસેથી ડુપ્લીકેટ બીડી ખરીદી હતી. તપાસ કરતા આ બીડી નકલી હોવાનું સામે આવ્યું હતું. આ મામલે બંને આરોપીઓ વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ અને અન્ય કલમો હેઠળ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. બોટાદ ટાઉન પોલીસે આ ડુપ્લીકેટ બીડી ક્યાં બને છે અને ક્યાંથી લાવવામાં આવે છે તે જાણવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. કંપનીના પ્રતિનિધિએ જણાવ્યું કે બોટાદ જિલ્લામાં ડુપ્લીકેટ બીડીનું ઉત્પાદન અને વેચાણ મોટા પ્રમાણમાં થાય છે. તેમણે સામાન્ય લોકોને સ્વાસ્થ્ય માટે નુકસાનકારક આવી નકલી બીડીના વેચાણ પર રોક લગાવવા માટે માહિતી આપવા અને સહકાર આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    પાલનપુર બસ પોર્ટ આગળ નો-પાર્કિંગમાં વાહન પાર્ક કરનારા સામે કાર્યવાહી:ટ્રાફિક પોલીસે 24 ઈ-મેમો આપી 12 હજારનો દંડ વસૂલ્યો
    Next Article
    DGP બાસ્કેટબોલ ટૂર્નામેન્ટમાં ભાવનગર રેન્જ વિજેતા:રાજકોટમાં ટુર્નામેન્ટમાં SRPFની ટીમને હરાવી ભાવનગર રેન્જની ટીમે જીતી ટૂર્નામેન્ટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment