Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ:અમરોલી-કતારગામ તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, વાહનચાલકો ભયના ઓથાર હેઠળ

    1 week ago

    સ્માર્ટ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં રસ્તાઓ પર ભુવા પડવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. હજુ તો ચોમાસાની સત્તાવાર અને ધમાકેદાર જમાવટ બાકી છે, તે પહેલાં જ શહેરના સૌથી વ્યસ્ત અને કનેક્ટિંગ ગણાતા અમરોલી અને કતારગામ વિસ્તારને જોડતા તાપી બ્રિજ પર એક મોટો ભુવો પડી ગયો છે. ધોળા દિવસે ધમધમતા બ્રિજની વચ્ચોવચ આ રીતે મોટો ભુવો પડવાના કારણે અહીંથી પસાર થતા હજારો વાહનચાલકોના જીવ તાળવે ચોંટ્યા છે. આ ઘટનાને પગલે સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અને બ્રિજના મેઇન્ટેનન્સ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. અમરોલી તાપી બ્રિજ ભુવો પડ્યો મળતી માહિતી અનુસાર, અમરોલી તાપી બ્રિજ એ સુરત શહેરની જીવાદોરી સમાન બ્રિજ પૈકીનો એક છે. આ બ્રિજ પરથી રોજબરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો, નોકરીયાત વર્ગ, સ્કૂલ બસો અને શ્રમિકો પસાર થાય છે. ખાસ કરીને સવાર અને સાંજની 'પીક અવર્સ' દરમિયાન આ બ્રિજ પર ભારે ટ્રાફિક જોવા મળે છે. આવા ધમધમતા બ્રિજના રોડની સપાટી બેસી જતાં એક મોટો અને ઊંડો ભુવો પડી ગયો છે. બ્રિજ પર અચાનક ભુવો પડતાં વાહનચાલકોમાં ભારે નાસભાગ અને આશ્ચર્યનો માહોલ જોવા મળ્યો હતો. પાલિકાએ માત્ર બેરિકેડ મૂકી સંતોષ માન્યો આ ઘટનાની જાણ થતાં જ સુરત મહાનગરપાલિકાના સ્થાનિક ઝોનના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જો કે, આ ગંભીર સમસ્યાનો કાયમી કે તાત્કાલિક મજબૂત ઉકેલ લાવવાને બદલે પાલિકાના તંત્ર દ્વારા ભુવાની આસપાસ માત્ર લોખંડના બેરિકેડ્સ મૂકીને આડશ કરી દેવામાં આવી છે. પાલિકાની આ કાચબા ગતિની કામગીરી અને ઢીલી નીતિથી વાહનચાલકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકોના જોખમમાં મૂકવા બદલ તંત્ર સામે ભારે આક્રોશ બ્રિજ પર મુકાયેલા બેરિકેડના કારણે ટ્રાફિકની ગતિ ધીમી પડી ગઈ છે અને વળાંક લેતી વખતે વાહનો એકબીજા સાથે અથડાવવાનો ભય સતત રહે છે. સ્થાનિકો અને વાહનચાલકો અત્યારે એક જ સવાલ પૂછી રહ્યા છે કે, ભારે ટ્રાફિક ધરાવતા આ બ્રિજ પર જો આ ભુવાને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગમખ્વાર અકસ્માત થશે તો તેનો જવાબદાર કોણ? પાલિકા તંત્ર કે પછી કોન્ટ્રાક્ટર? ટેક્સ ભરતી જનતાના જીવને આ રીતે જોખમમાં મૂકવા બદલ લોકોમાં વહીવટી તંત્ર સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાના આંધણ સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે હજુ તો ચોમાસાની ઋતુની શરૂઆત થઈ નથી પ્રિ-મોન્સૂન ગાળામાં જ જો શહેરના મજબૂત ગણાતા બ્રિજ પર આ પ્રકારે ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ હોય, તો આગામી દિવસોમાં જ્યારે ધોધમાર વરસાદ પડશે ત્યારે આ બ્રિજની અને સુરતના અન્ય રસ્તાઓની શું હાલત થશે? પાલિકા દર વર્ષે પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાના આંધણ કરે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ ચિત્ર બયાન કરે છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની કાર્યવાહી:ઉમરાળાના મારામારીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને સુરતથી દબોચી લીધો
    Next Article
    પંચમહાલમાં GPSC પરીક્ષા: 1659 ઉમેદવાર માટે 4 કેન્દ્ર સજ્જ:જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment