Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની કાર્યવાહી:ઉમરાળાના મારામારીના ગુનામાં નાસતા-ફરતા આરોપીને સુરતથી દબોચી લીધો

    1 सप्ताह पहले

    ભાવનગર પોલીસ દ્વારા ગુનેગારોને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત પેરોલ ફર્લો સ્કવોડની ટીમએ ઉમરાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના ગુનામાં છેલ્લા ઘણા સમયથી નાસતા-ફરતા આરોપીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની મદદથી સુરત ખાતેથી ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો. આ બનાવ અંગે એલસીબી કચેરીએથી મળતી માહિતી મુજબ ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડનો પોલીસ સ્ટાફ ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, ઉમરાળા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ નોંધાયેલા મારામારીના ગુનામાં સંડોવાયેલો અને ફરાર થયેલો આરોપી રામજી ઉર્ફે રાજુ લક્ષ્મણભાઈ બારૈયા સુરતના નાના વરાછા વિસ્તારમાં છુપાયેલો છે, બાતમીને ગંભીરતાથી લઈ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે સુરતના ભરતનગર વિસ્તારમાં આવેલા મકાન નં.128 પર દરોડો પાડ્યો હતો, આરોપી રામજી ઉર્ફે રાજુભાઈ લક્ષ્મણભાઈ બારૈયા ઉં.વ.35 ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી, પોલીસ દ્વારા પકડાયેલા આરોપીની ધરપકડ કરી તેને કાયદેસરની કાર્યવાહી માટે ગંગાજળીયા પોલીસ સ્ટેશન સોંપી આપ્યો હતો, આ બાબતે ઉમરાળા પોલીસ સ્ટેશનને પણ જાણ કરવામાં આવી છે, ​આ સફળ કામગીરીમાં પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીદારોનું નેટવર્ક અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને લાંબા સમયથી ફરાર આરોપીને ગણતરીના સમયમાં જેલના હવાલે કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ભારતે ત્રીજો U-18 હોકી એશિયા કપ જીત્યો:જાપાનને 4-1થી હરાવ્યું; આશિષની સતત બીજી હેટ્રિક; મહિલા ટીમને બ્રોન્ઝ મળ્યો
    Next Article
    સુરતમાં પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ:અમરોલી-કતારગામ તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, વાહનચાલકો ભયના ઓથાર હેઠળ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment