Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં GPSC પરીક્ષા: 1659 ઉમેદવાર માટે 4 કેન્દ્ર સજ્જ:જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ

    1 week ago

    પંચમહાલ જિલ્લામાં આવતીકાલે યોજાનારી GPSC પરીક્ષા માટે વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કુલ 1659 ઉમેદવાર માટે ગોધરા શહેરમાં 4 મુખ્ય કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ, આ પરીક્ષા ગોધરાની ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ, ટી.સી. સોની સ્કૂલ, સેન્ટ આર્નોલ્ડ સ્કૂલ અને નાલંદા સ્કૂલ ખાતે યોજાશે. આ 4 મુખ્ય શાળાઓમાં કુલ 7 પેટા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષા દરમિયાન ઉમેદવારોને કોઈ અગવડતા ન પડે તે માટે બેઠક વ્યવસ્થા, માર્ગદર્શન, સુરક્ષા અને અન્ય જરૂરી સુવિધાઓનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષા શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન થાય તે માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ પણ આપવામાં આવી છે. પંચમહાલ જિલ્લા વહીવટીતંત્રે તમામ ઉમેદવારોને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવા અને પરીક્ષાના નિયમોનું પાલન કરવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં પ્રિ-મોન્સૂન કામગીરીની ખૂલી પોલ:અમરોલી-કતારગામ તાપી બ્રિજ પર પડ્યો મસમોટો ભુવો, વાહનચાલકો ભયના ઓથાર હેઠળ
    Next Article
    BCCI Takes Special Decision Over Vaibhav Sooryavanshi Ahead Of Ireland, England T20Is: "Will Cover All Expenses"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment