Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેખાવમાં સારું લાગતું ભોજન પણ હોઈ શકે છે ઝેરી:વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિતે ડોક્ટરે કહ્યું-કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું જોખમ પણ રહે

    1 week ago

    થોડાક જ સમય પહેલા અમદવાદ શહેરની એક હોસ્ટેલમાં થયેલી ફૂડ પોઇઝનિંગની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું.રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ પોઇઝનિંગની અનેક ઘટનાઓ સામે આવી છે. આ ઘટનાઓ એક મહત્વની હકીકત તરફ ધ્યાન દોરે છે કે અસુરક્ષિત ખોરાક હંમેશા બગડેલો કે દુર્ગંધવાળો દેખાતો નથી. ઘણી વખત દેખાવમાં એકદમ સારું અને તાજું લાગતું ભોજન પણ સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે, કારણ કે તેમાં સેલ્મોનેલા જેવા બેક્ટેરિયા, વાયરસ અને અન્ય ઝેરી તત્વો છુપાયેલા હોઈ શકે છે. આધુનિક જીવનશૈલી અને ફૂડ ડિલિવરી એપ્સના કારણે પણ જોખમ વધ્યું વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિત્તે ડોક્ટર્સનું માનવું છે કે, લોકો એવું માને છે કે ફૂડ પોઇઝનિંગ માત્ર રસ્તા પરની લારીઓથી થાય છે, પણ એવું નથી. હોસ્ટેલ, શાળાની કેન્ટીન, ઓફિસ કેફેટેરિયા, મોટી હોટલો અને ઘરોમાં પણ આ જોખમ છે. ખોરાકને યોગ્ય રીતે ન રાખવો, ગંદા પાણીનો ઉપયોગ, માંસ બરાબર ન રાંધવું, અને સ્વચ્છતાનો અભાવ આ માટે જવાબદાર છે. આધુનિક જીવનશૈલી અને ફૂડ ડિલિવરી એપ્સના કારણે પણ આ જોખમ વધ્યું છે, જ્યાં લોકો સાવચેતી કરતાં સુવિધાને વધુ મહત્વ આપે છે. 'કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું જોખમ પણ રહે છે' આ અંગે શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ઇન્ટરનલ મેડિસિન અને જેરિયાટ્રિક્સ વિભાગના ડિરેક્ટર ડો. યોગેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, બે મહિના પહેલાં જ અમદાવાદની એક હોસ્ટેલમાં રહેતી 96 યુવતીઓને ફૂડ પોઇઝનિંગની શંકા સાથે તેમની હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં વારંવાર દર્દીઓ પેટમાં દુઃખાવો, સતત ઉલ્ટી, ઝાડા અને તાવ જેવી તકલીફો સાથે આવે છે. જોકે મોટાભાગના લોકો સાજા થઈ જાય છે, પરંતુ નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, વૃદ્ધો અને ઓછી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો માટે આ બીમારી જીવલેણ પણ સાબિત થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં કિડનીને નુકસાન, લોહીમાં ચેપ અને મૃત્યુનું જોખમ પણ રહે છે.
    Click here to Read More
    Previous Article
    ન્યૂ VIP રોડ પર પાડોશીઓ આમને-સામને:નજીવી બાબતે બંને પક્ષે એકબીજાના માથા ફોડ્યા, બાપોદ પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાવી
    Next Article
    માંજલપુર કેન્દ્રમાં લોકોને કલાકો ઉભા રાખ્યા બાદ 'સર્વર ડાઉન'નું બહાનું:એક યુવતી ચક્કર ખાઈ ઢળી પડી; સાંસદની ‘એક ધક્કે કામ’ની સૂચના અધિકારીઓ ઘોળીને પી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment