Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    માંજલપુર કેન્દ્રમાં લોકોને કલાકો ઉભા રાખ્યા બાદ 'સર્વર ડાઉન'નું બહાનું:એક યુવતી ચક્કર ખાઈ ઢળી પડી; સાંસદની ‘એક ધક્કે કામ’ની સૂચના અધિકારીઓ ઘોળીને પી ગયા

    1 week ago

    વડોદરા શહેરની માંજલપુર મામલતદાર કચેરી ખાતે આજે વહેલી સવારથી જ ભારે હોબાળો અને અરાજકતાનો માહોલ જોવા મળ્યો હતો. સરકારી કામકાજ માટે વહેલી સવારથી લાઈનોમાં ઉભેલા અરજદારોનો રોષ ફાટી નીકળ્યો હતો, કારણ કે કચેરીનો જવાબદાર સ્ટાફ સમયસર ફરજ પર હાજર થયો ન હતો. અરજદારોના એક ધક્કામાં કામ પતાવવાની સાંસદની સૂચનાને પણ ઘોળીને પી ગયા એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પેટ્રોલ - ડીઝલ બચાવવા માટેની અપીલ કરી રહ્યા છે અને તેના ભાગરૂપે વડોદરાના સાંસદે વહીવટીતંત્રને એક જ ધક્કામાં અરજદારોના કામ પતે તેવી સૂચના આપી હતી તેમ છતાં કેટલાક અધિકારીઓ આ સુચનાને પણ ઘોળીને પી ગયા છે અને અરજદારોને ધરમધક્કા ખવડાવી રહ્યા છે. કર્મચારીઓ અને અધિકારીઓ સમયસર ન આવતા લોકોએ હાલાકી વેઠવી પડે છે. માંજલપુર મામલતદાર કચેરી ખાતે સવારે 9 વાગ્યાથી જ પોતાના જરૂરી દસ્તાવેજો અને સરકારી કામો માટે આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના અરજદારો કાળઝાળ ગરમીમાં અટવાઈ પડ્યા હતા. ત્રણ દિવસથી સર્વર ઠપ્પ, વૈકલ્પિક વ્યવસ્થા જ નહીં વહીવટી તંત્રની ઘોર બેદરકારીને કારણે કચેરીના જનસેવા કેન્દ્રમાં ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. એક તરફ બહાર અસહ્ય ઉનાળાની ગરમી પડી રહી છે અને બીજી તરફ કચેરીમાં યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે લાઈનમાં ઉભેલી એક નિર્દોષ યુવતીને અચાનક ચક્કર આવી ગયા હતા અને તે ત્યાં જ જમીન પર ઢળી પડી હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. માંજલપુર મામલતદાર કચેરીમાં અરજદારોના આક્રોશનું મુખ્ય કારણ માત્ર સ્ટાફની મોડાઈ જ નહીં, પરંતુ છેલ્લા ત્રણ-ત્રણ દિવસથી ખોરવાયેલી સરકારી કામગીરી પણ છે. સરકારનું ઓનલાઈન સર્વર છેલ્લા ત્રણ દિવસથી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયું હોવા છતાં તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે દુર-દુરથી આવતા અરજદારો સતત ધરમધક્કા ખાઈ રહ્યા છે. કલાકો લાઈનમાં ઉભા બાદ કહેવામાં આવે છે કે સર્વર ડાઉન છે લોકોનો આરોપ છે કે, રોજ સવારે ફોર્મ સબમિટ કરવા કે પ્રમાણપત્રો લેવા માટે કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ સર્વર ડાઉન હોવાનું બહાનું ધરી દેવામાં આવે છે. આ તમામ ગેરવ્યવસ્થા વચ્ચે કચેરીની એક ચોંકાવનારી વાસ્તવિકતા પણ સામે આવી છે કે, સવારે જ્યારે કર્મચારીઓ પોતાની સીટ પર ગેરહાજર હોય છે અને જનતા ગરમીમાં શેકાતી હોય છે, ત્યારે ઓફિસની અંદર સાહેબોના રૂમમાં ખાલી ખુરશીઓ વચ્ચે પણ એસી અને પંખાઓ ધમધમતા હોય છે. સરકારી વીજળી અને સુવિધાનો આવો વેડફાટ અને જનતા પ્રત્યેની આવી ઉદાસીનતાને પગલે આજે કચેરી પરિસરમાં ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો મચી ગયો હતો.
    Click here to Read More
    Previous Article
    દેખાવમાં સારું લાગતું ભોજન પણ હોઈ શકે છે ઝેરી:વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ નિમિતે ડોક્ટરે કહ્યું-કેટલાક કિસ્સાઓમાં મૃત્યુનું જોખમ પણ રહે
    Next Article
    Israeli Forces Kill Palestinian Baby In Occupied West Bank

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment