Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત સિવિલ કેમ્પસની ફિઝિયોથેરાપી કોલેજમાં અજીબોગરીબ કિસ્સો:પ્રિન્સિપાલ ચાવી આપ્યા વગર જ રજા પર ઉતરી ગયા, ઓફિસને તાળાં લટકતા વહીવટી કામ ઠપ્પ

    1 week ago

    સુરતની નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી સરકારી ફિઝિયોથેરાપી કોલેજમાં એક ભારે વિવાદાસ્પદ અને ચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. કોલેજના કાર્યવાહક પ્રિન્સિપાલ રજા પર ઉતરી ગયા છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેઓ ચાર્જ સોંપ્યા હોવા છતાં ઓફિસની ચાવી આપવાનું ભૂલી ગયા હોવાનો મામલો સામે આવ્યો છે. હાલમાં પ્રિન્સિપાલની ઓફિસ બંધ હોવાને કારણે કોલેજનો મહત્વનો વહીવટી કાર્યભાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. ચાર્જ આપ્યો પણ ચાવી ન આપી! મળતી માહિતી મુજબ, સરકારી ફિઝિયોથેરાપી કોલેજના પ્રિન્સિપાલ થોડા દિવસો પહેલાં સત્તાવાર રજા પર ઉતરી ગયા હતાં. નિયમ મુજબ રજા પર જતાં પહેલાં તેમણે કોલેજનો વહીવટી અને શૈક્ષણિક ચાર્જ અન્ય એક સિનિયર પ્રોફેસરને સોંપ્યો હતો. જોકે, જ્યારે આ પ્રોફેસર પ્રિન્સિપાલ તરીકે પોતાની ફરજ બજાવવા અને વહીવટી કામકાજ સંભાળવા માટે પહોંચ્યા, ત્યારે પ્રિન્સિપાલની મુખ્ય ઓફિસ પર તાળું મારેલું જોવા મળ્યું હતું. ઓફિસમાં મહત્વના દસ્તાવેજો હોવાથી કામ અટક્યા સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, પ્રિન્સિપાલ રજા પર જતાં પહેલાં ઓફિસની ચાવી ચાર્જ સંભાળનાર પ્રોફેસર કે કોલેજના અન્ય કોઈ જવાબદાર કર્મચારીને સોંપી ગયા ન હતા. પ્રિન્સિપાલની આ ચેમ્બરમાં કોલેજના અતિ મહત્વના દસ્તાવેજો, સરકારી ફાઇલો અને સીસીટીવી ફૂટેજનું એક્સેસ સહિતની સામગ્રી આવેલી છે. ઓફિસ ખૂલી ન શકવાને કારણે આ તમામ દસ્તાવેજો ચેમ્બરમાં જ કેદ થઈ ગયા છે, જેને પગલે રોજિંદી વહીવટી કામગીરી અટવાઈ પડી છે. ઉચ્ચ અધિકારીઓ સુધી મામલો પહોંચ્યો આ અજીબોગરીબ ઘટનાને પગલે કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં ભારે ગણગણાટ શરૂ થયો છે. ચાર્જ સંભાળનાર પ્રોફેસરે આ સમગ્ર વિવાદ અંગે કોલેજના ઉચ્ચ સત્તાધીશો અને સંબંધિત વિભાગના અધિકારીઓને લેખિત-મૌખિક જાણ કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. પ્રિન્સિપાલનો ફોન પણ નોટ રીચેબલ આ સમગ્ર વિવાદ પાછળ પ્રિન્સિપાલની કોઈ ભૂલ છે કે પછી જાણીજોઈને આવું કરવામાં આવ્યું છે, તે અંગેની સત્તાવાર હકીકત જાણવા માટે સ્થાનિક સ્તરે પ્રિન્સિપાલનો ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમનો મોબાઈલ ફોન બંધ અથવા સંપર્ક થઈ શક્યો ન હોવાથી તેમની તરફનો પક્ષ જાણી શકાયો નથી. હાલ તો ચાવી વગરની આ ઈન્ચાર્જ વ્યવસ્થા આખી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ભારે ચર્ચાનો વિષય બની છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં રૂ. 77.56 લાખનો દારૂ નાશ કરાયો:પાંચ પોલીસ મથકો દ્વારા જપ્ત જથ્થા પર રોડ રોલર ફેરવાયું
    Next Article
    રાજકોટ મનપાએ ખોદેલા ખાડામાં તેની જ ટ્રક ફસાઈ:સ્થાનિકે કહ્યું- આ તો ભ્રષ્ટાચારનો વિકાસ કહેવાય, હજુ ચોમાસું બાકી છે; મેયરે યોગ્ય કામ ન થયાનું સ્વીકાર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment