Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ મનપાએ ખોદેલા ખાડામાં તેની જ ટ્રક ફસાઈ:સ્થાનિકે કહ્યું- આ તો ભ્રષ્ટાચારનો વિકાસ કહેવાય, હજુ ચોમાસું બાકી છે; મેયરે યોગ્ય કામ ન થયાનું સ્વીકાર્યું

    1 week ago

    રાજકોટ શહેરમાં પ્રિ-મોન્સૂન કામગીરી વચ્ચે આજે એક વિચિત્ર અને તંત્રની બેદરકારી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. શહેરના અમીન માર્ગ પર પાઇપલાઇનના કામ માટે ખોદવામાં આવેલા ખાડામાં મહાનગરપાલિકાની જ ડ્રેનેજ શાખાની ટ્રક ખૂંપી ગઈ હતી. 6 જૂનની સવારે બનેલી આ ઘટના બાદ બપોર સુધી ટ્રક ત્યાં જ ફસાયેલી રહેતા રાહદારીઓ અને વાહનચાલકો ટ્રાફિકજામથી ભારે પરેશાન થયા હતા. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલી આ કામગીરીમાં સુરક્ષાના કોઈ નિયમો ન જળવાયા હોવાનો આક્ષેપ સ્થાનિકો અને વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. લોકોમાં રોષ, 'આ તો ભ્રષ્ટાચારનો વિકાસ કહેવાય' સ્થાનિક રાહદારી મહેશ બુધવાણીએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, મનપાએ ખોદેલા ખાડામાં તેમની જ ટ્રક ફસાઈ જવી એ ભ્રષ્ટાચારનો વિકાસ છે. હજુ ચોમાસું શરૂ થશે ત્યારે વરસાદના કારણે આનાથી પણ મોટા ખાડા પડશે અને લોકોની મુશ્કેલી વધશે. બેરિકેટ વગર 4 દિવસથી ખોદકામ ચાલુ હતું: કોંગ્રેસ પ્રવક્તા સૌરાષ્ટ્ર કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતે તંત્ર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે, અમીન માર્ગના કોર્નર પર રેલવે ફાટકની સામે પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે ખોદકામ કરવામાં આવ્યું હતું. અહીં છેલ્લા 4 દિવસથી આ જ પરિસ્થિતિ હોવા છતાં કોઈપણ પ્રકારનું બેરિકેટ લગાવવામાં આવ્યું નહોતું, જેના કારણે ખુદ મનપાનું જ વાહન ખાડામાં ફસાઈ ગયું. તેમણે ઉમેર્યું કે, મનપા પ્રિ-મોન્સૂન કામગીરી કરે તે આવકારદાયક છે. એસ્ટ્રોન ચોક પાસે બનેલી આ ઘટના અંગે તેમણે ચેતવણી આપી કે જો ચોમાસામાં રસ્તાઓની સ્થિતિ ખરાબ રહેશે તો કોંગ્રેસ મનપાનો ઘેરાવ કરશે. કાચો રસ્તો હોવાથી ટ્રક ફસાયો, એજન્સીને નોટિસ અને દંડ ફટકારાશે: મેયર આ સમગ્ર મામલે રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા અને માધ્યમો દ્વારા દોઢ કલાક પહેલા જ આ ઘટનાની જાણ થતાં સંલગ્ન અધિકારીઓને રૂબરૂ બોલાવ્યા હતા. 2 દિવસ પહેલા ત્યાં નળની લાઈન લીકેજ હોવાથી કામગીરી કરાઈ હતી, પરંતુ ત્યારબાદ માત્ર રેતી-કપચી નાખી ખાડો પૂરવામાં આવતા રસ્તો કાચો રહી ગયો હતો. ચાલુ વરસાદે ઇજનેરો અને પદાધિકારીઓ ઓન-ફિલ્ડ મોનિટરિંગ કરશે મેયરે વધુમાં જણાવ્યું કે, પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત જે વિસ્તારોમાં દર વર્ષે પાણી ભરાય છે તે સ્પોટ્સ નક્કી જ હોય છે. આથી, પાણી ભરાવાના સ્થળો પર કોર્પોરેશનના બબ્બે કર્મચારીઓને ફરજ પર મૂકવામાં આવશે. આ વર્ષે ચાલુ વરસાદે પણ કોર્પોરેશનના એન્જિનિયરો, કર્મચારીઓ અને પદાધિકારીઓ જાતે ગ્રાઉન્ડ પર રહીને મોનિટરિંગ કરશે જેથી નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે.
    Click here to Read More
    Previous Article
    સુરત સિવિલ કેમ્પસની ફિઝિયોથેરાપી કોલેજમાં અજીબોગરીબ કિસ્સો:પ્રિન્સિપાલ ચાવી આપ્યા વગર જ રજા પર ઉતરી ગયા, ઓફિસને તાળાં લટકતા વહીવટી કામ ઠપ્પ
    Next Article
    Gujarat Weather Alert LIVE | ચોમાસાની ગતિ પૂરજોશમાં, આજે કેટલે પહોંચ્યું | Monsoon | Rain Forecast

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment