Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં રૂ. 77.56 લાખનો દારૂ નાશ કરાયો:પાંચ પોલીસ મથકો દ્વારા જપ્ત જથ્થા પર રોડ રોલર ફેરવાયું

    1 week ago

    ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલને મજબૂત કરવા માટે પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી હતી. વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા રૂ. 77.56 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થાનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નાશ કરવામાં આવ્યો હતો. આ કાર્યવાહી ભરૂચ રેલવે, નબીપુર, પાલેજ અને એ.બી.સી. ડિવિઝન સહિત કુલ પાંચ પોલીસ મથકોની હદમાં કરવામાં આવી હતી. જપ્ત કરાયેલા દારૂના જથ્થા પર રોડ રોલર ફેરવી તેનો નિકાલ કરાયો હતો. દારૂના જથ્થાના નાશની આ પ્રક્રિયા એસડીએમ મનીષા મનાણી અને ડીવાયએસપી ડૉ. અનિલ સીસારાની ઉપસ્થિતિમાં પૂર્ણ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિવિધ પોલીસ મથકોના પીઆઈ અને પીએસઆઈ સહિત પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. પોલીસ વિભાગે જણાવ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીના કાયદાના અસરકારક અમલ માટે સતત દેખરેખ અને કડક કાર્યવાહી ચાલુ રહેશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં મેયરના વોર્ડના વોકળામાં જ સફાઈનો અભાવ !:શહેરમાં 47 નાના -મોટા વોકળાની 15 જૂન સુધીમાં સફાઈ પૂર્ણ થશે, કોંગ્રેસે કહ્યું - પોતાનું ઘર સાફ ન રાખી શકનારા મેયર માત્ર ફોટો સેશનમાં વ્યસ્ત
    Next Article
    સુરત સિવિલ કેમ્પસની ફિઝિયોથેરાપી કોલેજમાં અજીબોગરીબ કિસ્સો:પ્રિન્સિપાલ ચાવી આપ્યા વગર જ રજા પર ઉતરી ગયા, ઓફિસને તાળાં લટકતા વહીવટી કામ ઠપ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment