Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીકાસ લિંક ન ખૂલતાં કોમર્સમાં પ્રવેશ અટક્યા:ભૂલો કરનારા વિદ્યાર્થીઓની વીડિયોગ્રાફી કરાઈ

    1 week ago

    એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં એફાવાયની પ્રવેશ પ્રક્રિયાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. આ મામલે વિદ્યાર્થી સંગઠનો દ્વારા પણ રજૂઆતો કરાઈ છે. જોકે, જીકાસ પોર્ટલ પર અરજી સુધારવાની લિંક ન ખૂલતાં કોમર્સમાં પ્રવેશ માટે ભારે વિલંબ થઈ રહ્યો છે. જીકાસ દ્વારા 7 જૂન સુધી અરજી સુધારા માટે કોઈ પ્રક્રિયા ન કરી શકાય તેવી સિસ્ટમ ગોઠવવામાં આવતાં કોમર્સ ફેકલ્ટીની કામગીરી ધીમી પડી ગઈ છે. હાલમાં 1700 જેટલા વિદ્યાર્થીઓનું લિસ્ટ અટકી ગયું છે. આ પરિસ્થિતિ વચ્ચે કોમર્સ ફેકલ્ટી દ્વારા વિદ્યાર્થીઓએ અરજી કરતી વખતે કરેલી ભૂલો મેન્યુઅલી શોધીને તેમને રૂબરૂ બોલાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં આવા 550 જેટલા વિદ્યાર્થીઓને ફેકલ્ટી ખાતે બોલાવાયા છે. કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશોએ જણાવ્યું હતું કે, અરજીમાં ભૂલ કરનાર વિદ્યાર્થીઓને બોલાવીને તેમની ભૂલ બતાવવા સાથે સમગ્ર પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવી રહી છે. ભૂલો કરનારા કેટલાક વિદ્યાર્થીઓ પોતાની ભૂલ સ્વીકારતા ન હોવાથી, ભવિષ્યમાં વિવાદ ન થાય તે માટે વીડિયો દ્વારા પુરાવા એકત્રિત કરાઈ રહ્યા છે. આ ઉપરાંત 2 વાર ફોર્મ ભરી ડબલ અરજી કરનારા વિદ્યાર્થીઓની વધારાની એપ્લિકેશન રદ કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં કોઈ ગેરસમજ ઊભી ન થાય. યેનકેન પ્રકારે વિદ્યાર્થીઓને લૂંટવાનું કાવતરું યુનિવર્સિટી કરી રહી છે પૂર્વ સેનેટ સભ્ય કપીલ જોશીએ યુનિવર્સિટી સત્તાધીશોને કોમર્સ ફેકલ્ટીની પ્રવેશ પ્રક્રિયા સંદર્ભે રજૂઆતો કરી હતી. 50, 60 કે 100 જેવી મર્યાદિત બેઠકો હોય ત્યાં પ્રવેશ પરીક્ષા હોય છે. પરંતુ જ્યાં 7 હજાર બેઠકો છે ત્યાં 10 હજાર વિદ્યાર્થીઓએ પ્રવેશ પરીક્ષા ફી ભરી, જીકાસ ફી ભરી અને 9360 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. હવે તેમાંથી 7 હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. વિદ્યાર્થીઓને લૂંટવાનું કાવતરું યુનિવર્સિટી કરી રહી છે. વિદ્યાર્થીએ કરેલા રજિસ્ટ્રેશન નંબર પર ફોન કરતાં સાયબર કાફેમાં ફોન લાગ્યો કોમર્સ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓને મેરિટ લીસ્ટમાં સમસ્યા સર્જાઇ હતી, તેનો ઉકેલ લાવવા માટે જયારે વિદ્યાર્થીએ જે મોબાઇલ નંબર પરથી રજિસ્ટ્રેશન કર્યું હતું ત્યાં કોમર્સ ફેકલ્ટીના સ્ટાફે ફોન કરતાં સાયબર કાફેમાં ફોન લાગ્યો હતો. જીકાસના ફોર્મ ભરવાના રૂ. 150 લીધા હોવાની માહિતી પણ મળી હતી. અમે કોમર્સ ડીન પર હાથ ઉઠાવ્યો નથીઃ એબીવીપી એબીવીપીએ કોમર્સમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે રજૂઆત કરી જણાવ્યું હતું કે અમે કોમર્સના ફેકલ્ટી ડીન પર હાથ ઉઠાવ્યો નથી. ફેકલ્ટીના સભ્યોએ જ ધક્કામુક્કી કરી હતી. વિદ્યાર્થીઓના પ્રવેશનું નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન કરાશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:દુષ્કર્મ કેસમાં નવો વળાંક, આપના પ્રમુખ અને તેનો પુત્ર મહિલાઓને એક જ હોટલમાં લઈ જતા હોવાનો ઘટસ્ફોટ
    Next Article
    રોષ:ખાનગી સ્કૂલના શિક્ષકોનો વસ્તી ગણતરીના કામનો વિરોધ, કહ્યું, શિક્ષણ પર અસર થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment