Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:દુષ્કર્મ કેસમાં નવો વળાંક, આપના પ્રમુખ અને તેનો પુત્ર મહિલાઓને એક જ હોટલમાં લઈ જતા હોવાનો ઘટસ્ફોટ

    1 सप्ताह पहले

    આપ પાર્ટીના શહેર પ્રમુખ અને દુષ્કર્મના આરોપી અશોક ઓઝાએ નિમેટા રોડ પરની એક જ હોટલમાં 5 જુદી જુદી મહિલાઓ સાથે 2 વર્ષ દરમિયાન જુદા જુદા સમયે રૂમમાં ગયો હોવાનું બહાર આવ્યું હતું. આ દુષ્કર્મના આરોપી અશોક ઓઝાનો પુત્ર આનંદ પણ નિમેટા પાસેની હોટેલમાં મહિલા સાથે ગયો હોવાના આધારકાર્ડના પુરાવા બહાર આવ્યા છે . આમ પિતા-પુત્ર એક જ હોટલમાં જુદી જુદી મહિલાઓ સાથે જતા હોવાના પુરાવા પોલીસને હાથ લાગ્યા છે. શનિવારે આરોપીના રિમાન્ડ પૂરા થતાં અદાલત સમક્ષ રજૂ કરાશે. નિમેટા રોડ પર આવેલી રાજ ઈન્ટરનેશનલ હોટલમાં 2024થી 2026 દરમિયાન 9 વાર અશોક ઓઝા જુદી જુદી મહિલાઓ સાથે ગયો હોવાની હોટલના રજિસ્ટરમાં નોંધ છે. પોલીસે આ પુરાવા ભેગા કર્યા છે, જેમાં ભોગ બનેલી મહિલા સાથે ત્રણવાર જુદા જુદા સમયે ગયો હોવાના પુરાવા મળ્યા છે. જ્યારે દુષ્કર્મના આરોપી અશોક ઓઝાનો પુત્ર આનંદ પણ આ હોટલમાં જતો હતો ત્યારે જમા કરાવેલું આધાર કાર્ડ અને રજિસ્ટરમાં નોંધ મળી આવી છે. ચાર દિવસ અગાઉ કપુરાઇ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી કે, ભોગ બનેલી મહિલાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી નગ્ન વીડિયો ઉતારી બ્લેક મેઇલિંગ કરી અશોક ઓઝાએ અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે પુત્રે પણ દુષ્કર્મ કર્યું હોવાનું મહિલાએ ફરિયાદ અને નિવેદનમાં જણાવ્યું હતું. જેના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનમાં સોમવારે અશોક ઓઝા, પુત્ર આનંદ ઓઝા, પત્ની અને પુત્રી સહિત કુલ 4 સામે ગુનો નોંધાયો હતો. અશોક ઓઝા, તેની પત્ની મોતીબેન અને પુત્ર આનંદ ઓઝાએ ભેગા મળીને પીડિતાને બળજબરીપૂર્વક દારૂ પીવડાવી દીધો હતો. પીડિતા બેભાન થતાં આરોપીઓએ તેનો નગ્ન વીડિયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અવાર-નવાર દુષ્કર્મ આચરવાનું શરૂ કર્યું હતું. અશોક ઓઝા પીડિતાને નગ્ન વીડિયો વાયરલ કરવાની અને પતિને બતાવી દેવાની સતત ધમકી આપીને જમ્મુ કાશ્મીર, મુંબઈ અને શહેરની જુદી-જુદી હોટલ પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે કેનાલના રસ્તે રાત્રીના સમયે લઈ જઈને સ્કોર્પિયો કારમાં પણ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું મહિલાએ નિવેદનમાં નોંધાવ્યું હતું. જોકે દુષ્કર્મનો આરોપી પુત્ર આનંદ હજી સુધી પોલીસના હાથ લાગ્યો નથી. દુષ્કર્મના આરોપી અશોક ઓઝા સાથે હોટલમાં ગયેલી મહિલાઓના નિવેદન લેવાની માગ દુષ્કર્મનો આરોપી અશોક ઓઝા નિમેટા રોડ ઉપરની રાજ ઈન્ટરનેશનલ હોટલમાં 5 જુદી જુદી મહિલાઓ સાથે 9 વખત ગયો હતો. એ મહિલાઓના આધારકાર્ડની માહિતી પોલીસ પાસે છે. ત્યારે દુષ્કર્મની ફરિયાદ કરનાર મહિલાએ આ 5 મહિલાને પણ નિવેદન નોંધવા માટે બોલાવવાની માગ કરી છે. આ મહિલાઓને પણ આરોપી અશોક ઓઝાએ બ્લેકમેઇલ કરી હોવાની શંકા વ્યક્ત કરી છે.
    Click here to Read More
    Previous Article
    ચાતુર્માસ ના ફોર્મ બહાર પાડીને પણ કરાતી છેતરપિંડી:જૈન આચાર્ય અને ગચ્છાધિપતિના નામે ફોન પર પૈસા માગતા લોકોથી સાવધાન
    Next Article
    જીકાસ લિંક ન ખૂલતાં કોમર્સમાં પ્રવેશ અટક્યા:ભૂલો કરનારા વિદ્યાર્થીઓની વીડિયોગ્રાફી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment