Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં ખાનગી જમીન પરના રોડ પરથી ફેન્સિંગ હટાવાઈ:નગરસેવક નીલમ પટેલની મધ્યસ્થીથી માર્ગ ખુલ્લો થયો, રાહદારીઓને રાહત

    1 week ago

    પાટણમાં ખાનગી માલિકીની જમીન પર બનેલા રસ્તા પરથી ફેન્સિંગ હટાવી દેવામાં આવી છે. નગરસેવકની મધ્યસ્થી બાદ આ માર્ગ ફરીથી ખુલ્લો થતાં રાહદારીઓ અને વાહનચાલકોને મોટી રાહત મળી છે. નગરપાલિકા દ્વારા ખાનગી જગ્યામાં રોડ બનાવવામાં આવતા જમીન માલિકે ફેન્સિંગ કરી માર્ગ બંધ કરી દીધો હતો. આ વિવાદ પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 10 માં લાલેશ્વર પાર્ક પાછળ ભીલમતી મંદિર તરફ જતા માર્ગ પર સર્જાયો હતો. આશરે 12 થી 18 મહિના પહેલાં નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે આ રસ્તાનું રી-સરફેસિંગ કરાવ્યું હતું. બાદમાં જીગરભાઈ પટેલ નામના જમીન માલિકે આ જગ્યા પોતાની હોવાનું જણાવી રસ્તા પર થાંભલા અને તાર ફેન્સિંગ લગાવી માર્ગ બંધ કરી દીધો હતો. માર્ગ બંધ થવાને કારણે સ્થાનિકો, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. દિવ્ય ભાસ્કર દ્વારા આ મુદ્દે અહેવાલ પ્રસારિત કરવામાં આવતા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સક્રિય થયા હતા. વોર્ડ નંબર 6 ના નગરસેવક નીલમ પટેલે જમીન માલિક જીગરભાઈ પટેલ સાથે ચર્ચા કરી હતી. તેમણે જાહેર હિતમાં માર્ગ ખુલ્લો કરવા વિનંતી કરતા, જમીન માલિકે સ્વેચ્છાએ ફેન્સિંગ દૂર કરી માર્ગ પુનઃ શરૂ કર્યો હતો. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે, આ રસ્તો વર્ષોથી ત્યાં ઉપલબ્ધ છે અને તે સમયે જમીન માલિક દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નહોતો. નગરપાલિકાએ જૂના રસ્તા પર જ રી-સરફેસિંગ કર્યું હતું. નગરસેવક નીલમ પટેલની સમજાવટથી જમીન માલિકે ફેન્સિંગ દૂર કરી છે અને હવે રસ્તા બાબતે કોઈ વિવાદ નથી.
    Click here to Read More
    Previous Article
    8 જૂનથી રક્તપિત્તના દર્દીઓ શોધવા વિશેષ અભિયાન:195 ટીમ 63 ગામોમાં ઘર-ઘર સર્વે કરી શંકાસ્પદ દર્દીઓને મફત સારવાર ઉપલબ્ધ કરાવશે
    Next Article
    સમાજના આગેવાનોએ જન કલ્યાણ કાર્યો માટે શુભકામનાઓ પાઠવી:સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના નવનિયુક્ત મહિલા પ્રમુખનુ કોળી સમાજના અગ્રણી આગેવાનોએ સન્માન કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment