Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    8 જૂનથી રક્તપિત્તના દર્દીઓ શોધવા વિશેષ અભિયાન:195 ટીમ 63 ગામોમાં ઘર-ઘર સર્વે કરી શંકાસ્પદ દર્દીઓને મફત સારવાર ઉપલબ્ધ કરાવશે

    1 week ago

    મહેસાણા જિલ્લામાં આગામી 8થી 18 જૂન 2026 દરમિયાન 'રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ' ભાગરૂપે લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન યોજાશે. આ અભિયાન અંતર્ગત જિલ્લાના જુદા જુદા તાલુકાઓના 63 ગામોમાં 195 વિશેષ ટીમો દ્વારા સઘન ઘર-ઘર સર્વે હાથ ધરીને રક્તપિત્ત ના સંભવિત દર્દીઓની શોધખોળ કરવામાં આવશે. શંકાસ્પદ દર્દીઓ શોધી મફત સારવાર અપાશે આ ખાસ ઝુંબેશ હેઠળ જિલ્લાની અંદાજે 1,76,984 જેટલી વસ્તીને આવરી લેવાનું આયોજન છે. જેમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આશા વર્કર્સ, આરોગ્ય કર્મચારીઓ અને અન્ય ફિલ્ડ સ્ટાફની મદદથી શંકાસ્પદ દર્દીઓ શોધીને તેમને તાત્કાલિક મફત સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તાલુકાવાર વિગતો જોઈએ તો, મહેસાણાના 14, કડીના 13, વિસનગરના 9, ઊંઝા અને વિજાપુરના 7-7, સતલાસણાના 4, વડનગરના 3 તેમજ જોટાણા, બેચરાજી અને ખેરાલુના 2-2 ગામમાં આ સર્વેક્ષણ ચાલશે. આરોગ્ય કર્મી ઘરે આવે તો સાચી માહિતી આપવી વર્ષ 2024-25 દરમિયાન મહેસાણા જિલ્લામાં રક્તપિત્તના 17 નવા દર્દીઓ નોંધાયા હતા, જ્યારે ચાલુ વર્ષ 2026-27 માં અત્યાર સુધીમાં વધુ 5 નવા દર્દીઓ સામે આવ્યા છે. કુષ્ઠરોગની જો વહેલી તકે ઓળખ અને સારવાર શરૂ થઈ જાય તો દર્દીને સંભવિત અપંગતા કે અન્ય શારીરિક જટિલતાઓથી સરળતાથી બચાવી શકાય છે. આ હેતુથી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે સર્વે દરમિયાન ઘરે આવતા આરોગ્ય કર્મચારીઓને સાચી માહિતી આપી પૂરો સહકાર આપે અને જો કોઈને પણ આ રોગના શંકાસ્પદ લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.
    Click here to Read More
    Previous Article
    સોનગઢ જંગલમાંથી ખેરના લાકડા કાપતી ગેંગ ઝડપાઈ:વન વિભાગે 9 આરોપીઓ પકડ્યા, લાકડા-વાહનો જપ્ત કર્યા
    Next Article
    પાટણમાં ખાનગી જમીન પરના રોડ પરથી ફેન્સિંગ હટાવાઈ:નગરસેવક નીલમ પટેલની મધ્યસ્થીથી માર્ગ ખુલ્લો થયો, રાહદારીઓને રાહત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment