Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિશ્વ પર્યાવરણ દિવસ:દીકરી જન્મની ખુશીમાં પારનેરા ડુંગર પર માતાજીના મંદિરે વૃક્ષ રોપી વૃક્ષારોપણનો સંકલ્પ

    2 सप्ताह पहले

    પારનેરા તળેટીના ડુંગરવાડી ગામના 70 વર્ષીય રતિલાલ લલ્લુભાઈ પટેલનો 15 વર્ષથી ડુંગરને લીલોછમ રાખવાનો જીવન સંકલ્પ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસે પ્રેરણાની ઝાંખી કરાવી જાય છે. આ વડીલના ભત્રીજા દર્શન પટેલને ત્યાં દીકરીનો જન્મ થયો ત્યારે તેની ખુશીમાં પારનેરા ડુંગર પર મહાકાળી માતા અને ચામુંડા માતાના મંદિર પાસે બે વૃક્ષ રોપ્યા હતા. વૃક્ષારોપણ બાદ તેના જતન માટે આ વડીલ સતત 15 વર્ષથી ભેખધારી બની ગયા છે. આ અભિયાનથી પંકાયેલા રતિલાલ કાકાને ‘‘ટ્રી મેન’’ તરીકેના હુલામણા નામથી બોલાવે છે. દિવસ હોય કે રાત, તડકો હોય કે ઠંડી તેની પરવા કર્યા વિના પાણીની બોટલો ઉંચકીને સવાર -સાંજ બે વાર પારનેરા ડુંગર ચઢી નિરંતર વૃક્ષોને પાણી આપી રહ્યા છે. આ સાથે રખડતા ઢોર કે ભૂંડ વૃક્ષોને નુકશાન ન કરે તે માટે દાતાઓ પાસેથી નેટ લાવી વૃક્ષની ફરતે સુરક્ષા કોર્ડન પણ કરે છે. આ સિવાય ઘણા વૃક્ષના બીજ તેઓ ફોરેસ્ટ વિભાગ અને અતુલ કંપની પાસેથી મેળવી તેને રોપી મોટા ન થાય ત્યાં સુધી સંતાનની જેમ ઉછેર પણ કરે છે. પર્યાવરણ જ સમસ્યાનો ઉકેલ વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રતિલાલ પટેલ કહે છે કે, વૃક્ષોનું પ્રમાણ દિનપ્રતિદિન ઘટી રહ્યું છે, તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો છે.આવનારી પેઢીને બચાવવું હોય તો વૃક્ષારોપણ એકમાત્ર વિકલ્પ છે.તમારા પરિવારમાં તમારા પ્રિયજનોનો જન્મ દિવસ હોય કે લગ્નની વર્ષગાંઠ હોય કે અન્ય કોઈ ખુશીના પ્રસંગ હોય ત્યારે તે ઉજવણીને યાદગાર બનાવવા માટે વર્ષે દહાડે માત્ર એક વૃક્ષ રોપો અને તેનો ઉછેર પણ કરો તો જ આપણે આપણી ભાવિ પેઢીને લીલોછમ વારસો ભેટમાં આપી શકીશું.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરના ઓચિંતા ચેકિંગમાં સામે આવી અનેક ત્રુટિ:જિલ્લાની સૌથી મોટી મોરબી સિવિલમાં જૂની લિફ્ટ બંધ,સારવાર માટેના અનેક કિંમતી સાધનો ‘રજા’ પર
    Next Article
    એક કરોડ આદિવાસી ઉછેરશે 1 કરોડ વૃક્ષો:વિશ્વ પર્યાવરણ દિને પીપરોલથી રાજ્યવ્યાપી અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment