Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરના ઓચિંતા ચેકિંગમાં સામે આવી અનેક ત્રુટિ:જિલ્લાની સૌથી મોટી મોરબી સિવિલમાં જૂની લિફ્ટ બંધ,સારવાર માટેના અનેક કિંમતી સાધનો ‘રજા’ પર

    2 weeks ago

    મોરબીમાં નવી સિવિલ હોસ્પિટલનું નિર્માણ થઇ રહ્યું છે અને આગામી 8 થી 10 મહિનામાં તે તૈયાર થઇ જવાની ગણતરી છે પરંતુ ત્યાં સુધી જે કાર્યરત છે તે જિલ્લાની સૌથી મોટી સરકારી હોસ્પિટલમાં સેવા અને સારવારની સ્થિતિ જાણવા કલેક્ટરે ઓચિંતા મુલાકાત લીધી ત્યારે વ્યવસ્થામાં અનેક ત્રુટિ સામે આવી હતી. જૂની લિફ્ટ જ બંધ જોવા મળી હતી, જ્યારે સારવારના કિંમતી સાધનો બંધ જોવા મળ્યા હતા. દર્દીઓ અને તેમના સગાઓ માટે પીવાના પાણીની વ્યવસ્થામાં દુવિધા સામે આવી હતી તો સાફ સફાઇનો પણ અભાવ દેખાતાં તેમણે જરૂરી સુચનો કર્યા હતા. સ્વપ્નિલ ખરેએ કેટલા દર્દીઓ દાખલ છે? તબીબો સહિત કેટલો સ્ટાફ હાજર ? કેવી રીતે ટ્રીટમેન્ટ અપાય છે ? ઓપીડીમાં કેટલા પેશન્ટ ? ટ્રોમા સેન્ટર, લેબ.એક્સ રે,સહિત કઈ સાધન સુવિધાઓ છે ? તેનો ઉપયોગ કે બંધ હાલતમાં ? સ્ટાફનું દર્દીઓ સાથે વારંવાર ઉદ્ધત વર્તન અને અસુવિધાની ઉઠતી ફરિયાદો અંગે સત્ય જાણવા પ્રયાસ કર્યો હતો. કમિશનર પદે દેખાડેલો ઉત્સાહ બાદમાં ઠરી ગયો હતો, હવે?‎ મોરબીના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હવે કલેક્ટર ખરેને નવી જવાબદારી મળતાંની સાથે જ એક સપ્તાહથી રોજેરોજ ફિલ્ડમાં ઉતરી રહ્યા છે,પરવાના વગરના ફેલ્સ્પાર પકડવાથી માંડીને તમામ ગેરકાયદે પ્રવૃત્તિઓ પર ધોંસ બોલાવી રહ્યા છે. મોરબી જિલ્લો બન્યાના આટલા વર્ષોમાં એક પણ અધિકારી આ રીતે ફિલ્ડમાં આવ્યા નથી. સામે એ પણ હકિકત છે કે આ જ કલેકટર અગાઉ મનપાના કમિશનર હતા. ત્યારે તેમણે બે ત્રણ મહિના સુધી સતત ફિલ્ડમાં રહીને નીતિ નિયમોનો કડકપણે અમલ કરાવ્યો હતો અને બાદમાં ખુરશી પર ચીટકી ગયા હતા. આથી લોકોમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે નવા નવા અધિકારી કામ બતાવવાનો અત્યારે જે ઉત્સાહ દર્શાવે છે તે લાંબો સમય ટકી રહે તે જરૂરી છે. કમિશનર પદે તેમણે કર્યું હતું તેવું કલેક્ટર બન્યા પછી નહીં કરે ને? જો કે એ તો સમય કહેશે. હોસ્પિટલની નવી ઇમારત 10 મહિનામાં મળી જવાની સંભાવના મોરબી સિવિલ હોસ્પિટલ સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાંથી અપગ્રેડ થઇ છે, જેથી બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જુનું છે જેથી મેન્ટેનન્સ વધુ રહેતું હોય છે. સીટી સ્કેન મશીન પણ 15 વર્ષ જૂનું છે. જેના રીપેરિંગ બાબતે કંપનીને જાણ કરી હતી પરંતુ તેનો ખર્ચ ખુબ વધારે છે. જો કે શનાળા પાસે નિર્માણ પામી રહેલી સિવિલ હોસ્પિટલની ઇમારત અમને લગભગ 8થી 10 મહિનામાં મળી શકે છે જ્યાં મોટાભાગની સમસ્યા હલ થઇ જવાની આશા છે. > ડો.પી.કે. દુધરેજિયા, અધિક્ષક, સિવિલ, મોરબી
    Click here to Read More
    Previous Article
    Video: American Woman Tries Chaat And Parathas In Chandni Chowk
    Next Article
    વિશ્વ પર્યાવરણ દિવસ:દીકરી જન્મની ખુશીમાં પારનેરા ડુંગર પર માતાજીના મંદિરે વૃક્ષ રોપી વૃક્ષારોપણનો સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment