Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે મહિને બનેલો કિર્તીદાનના ગરબાના ડોમ ધરાશાયી:અમદાવાદની 'પરંપરા' નવરાત્રિનું શિડ્યુલ ખોરવાઈ શકે, 1 શ્રમિકને સામાન્ય ઇજા

    4 days ago

    અમદાવાદના એસ.પી રીંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીના ‘પરંપરા’ નવરાત્રિ નામથી યોજાનારા ગરબાનો AC ડોમ ધરાશાયી થયો છે. 11 ઓક્ટોબરથી ગરબા શરૂ થવાના છે. જેને લઈને એસી ડોમમાં કામગીરી ચાલી રહી હતી, ત્યારે અચાનક જ ડોમ પડી ગયો હતો. બે દિવસમાં ફરી ડોમ ઉભો થાય તેવી શક્યતા ઓછી છે. જેથી ગરબાનું શેડ્યુલ ખોરવાઈ જવાની સંભાવના છે.આ નવરાત્રિ આયોજન 9 લાખ સ્કવેર ફૂટ જગ્યામાં કરવામાં આવ્યું છે. તેમજ એક સાથે 12000 લોકો ગરબા નિહાળી શકે એટલી ક્ષમતા છે. આખો ડોમ સંપૂર્ણ તૈયાર થઈ ગયો હતો. લાઈટિંગ સહિત તમામ વસ્તુઓ લગાવી દેવામાં આવી હતી. પરંતુ કેટલાક લોકો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક ડોમ ધરાશાયી થતા કેટલાક શ્રમિકોને સામાન્ય ઇજા પહોંચી છે. જો બે દિવસ બાદ ઘટના બની હોત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. ‘ડોમનો એક તરફનો ભાગ સંપૂર્ણ બેસી ગયો’ ફાયર સ્ટેશન ઓફિસર વિષ્ણુ દેસાઇએ જણાવ્યું કે, કીર્તિદાન ગઢવીના ગરબામાં ડોમ ધરાશાયી થયો હોવાની જાણ થતાં અમારી ટીમ તાત્કાલિક પહોંચી હતી. કોઈ ફસાયું હોય તેવું સામે આવ્યું નથી. પરંતુ એક વ્યક્તિને સામાન્ય ઇજા થઈ હોવાથી સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ડોમનો એક તરફનો ભાગ સંપૂર્ણ બેસી ગયો છે. ટેમ્પરરી સ્ટ્રક્ચર માટે ઓનલાઇન એપ્લિકેશન કરવી પડે છે. જે માટે એપ્લિકેશન કરી હતી. પરંતુ કામ પૂર્ણ ન થયું હોવાથી એપ્રૂવલ આપવામાં આવ્યું ન હતું. તેમજ કામ પૂર્ણ ના થાય ત્યાં સુધી ફાયર સેફટીનું સર્ટિફિકેટ પણ આપી શકતા નથી. કામ પૂર્ણ થયા પછી જ અમને ખ્યાલ આવે કે એન્ટ્રી અને એક્ઝિટના કેટલા ગેટ બનાવ્યા છે. જેના આધારે ફાયરનું NOC આપવામાં આવે છે. ફાયર સેફ્ટી માટેના નિયમો પાળવા માટે 300 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર લખાણ લેવામાં આવે છે. તેના સિવાય NOC અપાતી નથી. આ પણ વાંચો કિંજલ દવે, આદિત્ય ગઢવી અને કીર્તિદાન ગઢવી આ વખતે ક્યાં રમઝટ બોલાવશે? જાણો કયા સિંગર ક્યાં પરફોર્મ કરશે આ વર્ષે ઘણા જાણીતા સિંગર પરફોર્મ કરી ખેલૈયાઓનો ડોલાવવા તૈયાર થઈ ગયા છે. ખાસ કરીને અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે, ઈશાની દવે સહિતના અનેક સિંગર અમદાવાદમાં નવરાત્રિ કરવા આવવાના છે, ત્યારે આ વર્ષે નવરાત્રિમાં ખેલૈયાઓને નવું શું જોવા મળશે. કયા સિંગર કયા વેન્યૂ પર પર્ફોર્મ કરશે તે જણાવી રહ્યા છીએ.(વાંચો સંપૂર્ણ અહેવાલ)
    Click here to Read More
    Previous Article
    રાહુલે સંસદમાં નેહરુનું 1947નું ભાષણ વાંચ્યું:નવી આશાનો જન્મ થઈ રહ્યો છે, જ્ઞાનેશ કુમારને મળવું જ પડશે; CEC વિરુદ્ધ રાષ્ટ્રપતિને પત્ર આપશે
    Next Article
    અરવલ્લી સંરક્ષણ માટે હાઈ પાવર કમિટીની સાબરકાંઠા મુલાકાત:ખેડબ્રહ્મા પ્રાંત કચેરીમાં સ્થાનિકો સાથે બેઠક; ગિરિમાળાઓના સંરક્ષણ માટે અભિપ્રાય મેળવાયા;ખનન વિસ્તારોની પણ મુલાકાત લીધી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment