Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ડાયાલિસિસ દર્દીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ:કિડની, અંગદાન, પાણી સંરક્ષણનો સંદેશ અપાયો, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યા

    1 week ago

    અમદાવાદમાં ડાયાલિસિસ દર્દીઓ માટે ‘નિમંત્રણ’ નામનો એક વિશેષ જાગૃતિ અને સન્માન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ 4 જૂન, 2026ના રોજ સાંજે 4:00 વાગ્યે આર.કે. રોયલ હોલ, સાયન્સ સિટી રોડ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પણ ઉપસ્થિત હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય કિડની આરોગ્ય અંગે જાગૃતિ લાવવાનો, અંગદાનને પ્રોત્સાહન આપવાનો અને પાણી બચાવવાના સંદેશને સમાજ સુધી પહોંચાડવાનો હતો. "પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો" જેવા મહત્વપૂર્ણ સંદેશાઓ દ્વારા જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. કાર્યક્રમમાં ડાયાલિસિસ અને ટ્રાન્સપ્લાન્ટેશનના યોદ્ધાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહનો હેતુ આ દર્દીઓના સંઘર્ષ અને હિંમતને બિરદાવવાનો હતો. કેન્દ્રીય જળ શક્તિ રાજ્યમંત્રી સી. આર. પાટીલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વિશિષ્ટ અતિથિ તરીકે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક દિલીપ દેશમુખ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. મૈરિંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટે પાણી બચાવો, કિડની બચાવો, પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજ્યો.
    Click here to Read More
    Previous Article
    'લોકોએ તો હદ વટાવી દીધી છે':RCB વાળા વીડિયો પર ટ્રોલ થતાં નુસરત ભરૂચા ભડકી, કહ્યું- 'પોતાના મગજનું ફિતૂર શાંત રાખજો...'
    Next Article
    વડોદરાના અલાદપુરા ગામમાં ફાર્મહાઉસમાંથી યુવકનો મૃતદેહ મળ્યો:ગેરકાયદેસર થ્રી-ફેઝ કરંટના કારણે મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ, આંબાવાડિયામાં યુવકનું શંકાસ્પદ મોત થતાં પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment