Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલ્ટે દિલ્હીવાળાઓનું બ્લડ પ્રેશર વધાર્યું:છગ્ગા સાથે શાનદાર ફિફટી પૂર્ણ કરી, RCBએ પાવરપ્લેમાં 'વિરાટ' વિકેટ ગુમાવી

    19 hours ago

    IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે RCBના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી. બન્ને ટીમે પોતાની પ્લેઇંગ-11માં કોઈ જ બદલાવ કર્યો નથી. RCBનો પ્રયાસ રહેશે કે તે પોતાના હોમ ગ્રાઉન્ડ પર સતત ચોથી જીત નોંધાવે. RCB પાસે જોશ હેઝલવુડની આગેવાનીમાં એક સક્ષમ બોલિંગ યુનિટ છે. ટીમના વાઇસ-કેપ્ટન જિતેશ શર્માએ જણાવ્યું કે ટીમ ચિન્નાસ્વામીની પીચ મુજબ વ્યૂહાત્મક રીતે કામ કરી રહી છે. આ જ કારણ છે કે તેઓ આ સીઝનમાં પોતાના ઘરમાં અજેય રહ્યા છે. જો દિલ્હીના બેટર્સ પોતાની ટેકનિકમાં સુધારો નહીં કરે, તો આ મુકાબલો પણ એકતરફી બની શકે છે. બન્ને ટીમની પ્લેઇંગ 11 રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB): વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જિતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, રાસિખ ડાર સલામ. દિલ્હી કેપિટલ્સ (DC): કેએલ રાહુલ (વિકેટકીપર), પથુમ નિસાંકા, નીતિશ રાણા, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપરાજ નિગમ, કુલદીપ યાદવ, લુંગી એનગિડી, મુકેશ કુમાર, ટી. નટરાજન.
    Click here to Read More
    Previous Article
    PM Modi Today’ Speech: पीएम मोदी का देश के नाम संबोधन आज, क्या कुछ बड़ा होने वाला है?
    Next Article
    ઈરાનનો 24 કલાકમાં જ યુ-ટર્ન, હોર્મુઝ સ્ટ્રેટ બંધ કર્યું:કહ્યું- અમેરિકાએ સીઝફાયર ડીલ તોડી; હોર્મુઝમાંથી પસાર થઈ રહેલું ભારતીય જહાજ પરત ફર્યું

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment