Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના અલાદપુરા ગામમાં ફાર્મહાઉસમાંથી યુવકનો મૃતદેહ મળ્યો:ગેરકાયદેસર થ્રી-ફેઝ કરંટના કારણે મૃત્યુ થયાનો પરિવારનો આક્ષેપ, આંબાવાડિયામાં યુવકનું શંકાસ્પદ મોત થતાં પોલીસ તપાસ શરૂ

    1 week ago

    વડોદરા જિલ્લાના અલાદપુરા ગામના ફાર્મ હાઉસમાં આંબાવાડિયામાં વીજ તાર પર લટકેલી 35 વર્ષીય યુવકની લાશ મળી આવતાં ચકચાર મચી ગઈ છે. ખેતરમાં ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા થ્રી-ફેઝ વીજ કરંટના કારણે મોત થયું હોવાના આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે અને સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. આ મામલે વરણામા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મૃતકના પિતરાઈ ભાઈ સંદીપભાઈએ જણાવ્યું હતું કે, તેમના પિતરાઈ ભાઈ રાજેન્દ્રસિંહ ઠાકોર 3 જૂનની રાત્રે આશરે 10થી 10:30 વાગ્યાની વચ્ચે ઘરેથી નીકળ્યા હતા. પરિવારજનોએ આખી રાત તેમની શોધખોળ કરી હતી અને ફોન દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો. બીજા દિવસે સવારે આશરે 10 વાગ્યે જાણ થઈ હતી કે , અલાદપુરા ગામ નજીક આવેલા એક આંબાવાડિયામાં રાજેન્દ્રસિંહની લાશ વીજ તાર પર લટકેલી હાલતમાં મળી આવી છે. સ્થળ પર ઝાટકા મશીન પણ લગાવવામાં આવ્યું હતું. પરિવારજનો જ્યારે સવારે આશરે 10:30 વાગ્યે સ્થળ પર પહોંચ્યા ત્યારે ત્યાંની પરિસ્થિતિ જોઈને એવું લાગતું નહોતું કે ઝાટકા મશીન ચાલુ હાલતમાં હતું. થાંભલેથી સીધી થ્રી-ફેઝ વીજ લાઇન ખેંચીને કરંટ આપવામાં આવ્યો હતો અને આ જ કરંટ લાગવાથી રાજેન્દ્રસિંહનું મોત થયું હોવાની તેમને પૂરી શંકા છે. તેમણે જણાવ્યું કે આ ખેતરના માલિક ભૂપેન્દ્રભાઈ રમણભાઈ પટેલ છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ખેતરના માલિકનો પુત્ર સવારે આશરે 6થી 7 વાગ્યાની વચ્ચે સ્થળ પર બે વખત આવ્યો હતો અને થાંભલેથી આપવામાં આવેલ ડાયરેક્ટ વીજ કરંટ બંધ કરીને ત્યાંથી જતો રહ્યો હતો. જોકે, ઘટના અંગે ગામમાં રહેતા તેમના પરિવાર અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા મૃતકના પરિવારને જાણ કરવામાં આવી નહોતી. રોજિંદા આ માર્ગ પરથી પસાર થતા મજૂરોએ મૃતકના કપડાં પરથી ઓળખ કરી પરિવારને માહિતી આપી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ઘટનાની જાણ હોવા છતાં કોઈ માનવતા દાખવવામાં આવી નહોતી અને મામલો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૃતકના પરિવારજનોએ ગેરકાયદેસર રીતે મૂકવામાં આવેલા થ્રી-ફેઝ વીજ કરંટના કારણે જ રાજેન્દ્રસિંહનું મૃત્યુ થયું હોવાનું જણાવી સમગ્ર ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ કરી તેમને ન્યાય અપાવવાની માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ડાયાલિસિસ દર્દીઓ માટે વિશેષ જાગૃતિ કાર્યક્રમ:કિડની, અંગદાન, પાણી સંરક્ષણનો સંદેશ અપાયો, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ હાજર રહ્યા
    Next Article
    Wipro Pune Ex-Staff Accuses Woman Boss Of Forced Religious Conversion

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment