Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર બાળમંદિરમાં રોટરી ક્લબ દ્વારા વોટર કૂલર અર્પણ:બાળકોને ઉનાળામાં શુદ્ધ અને ઠંડુ પાણી મળશે, શાળાના આચાર્યએ આભાર માન્યો

    16 hours ago

    વઢવાણ મેટ્રો રોટરી ક્લબ દ્વારા સુરેન્દ્રનગરના કોઠારી બાળમંદિરમાં વોટર કૂલર અર્પણ કરવામાં આવ્યું છે. આજરોજ 'સેવા એ જ પરમો ધર્મ'ના સૂત્રને સાર્થક કરતા આ પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો હતો. આ વોટર કૂલર સ્થાપિત કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ઉનાળાની ગરમીમાં શાળાના બાળકો, સ્ટાફ અને મુલાકાતીઓને શુદ્ધ, સ્વચ્છ અને ઠંડુ પીવાનું પાણી પૂરું પાડવાનો છે. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, સમાજમાં લેવાયેલા નાના પગલાં ભવિષ્યમાં સકારાત્મક પરિવર્તન લાવે છે. બાળકો દેશનું ભવિષ્ય છે, અને તેમના સ્વાસ્થ્ય તથા સુવિધા માટે આવા કાર્યો કરવા એ ક્લબનું કર્તવ્ય છે. ક્લબ દ્વારા ભવિષ્યમાં પણ આરોગ્ય, શિક્ષણ અને જનસેવાના કાર્યો ચાલુ રાખવામાં આવશે. કોઠારી બાળમંદિરના પ્રિન્સિપાલ ઉર્મિલા અમદાવાદીયા અને સ્ટાફ દ્વારા રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રોની આ કામગીરીને બિરદાવવામાં આવી હતી અને સંસ્થાનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા !:રાજકોટનાં સાંઢીયા પુલનાં કામમાં ક્ષતિ બદલ નોટીસ આપવા મુદ્દે કોંગ્રેસનાં પ્રહાર, શહેર પ્રમુખે કહ્યું- માત્ર અધિકારીઓ નહીં પદાધિકારીઓ સામે પણ પગલાં લો
    Next Article
    જામનગરના DDO સાયકલ પર ઓફિસ પહોંચ્યા:ઈંધણ બચાવવા નાગરિકોને અઠવાડિયામાં એક દિવસ 'નો મોટર વ્હિકલ ડે' ઉજવવાની અપીલ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment