Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા !:રાજકોટનાં સાંઢીયા પુલનાં કામમાં ક્ષતિ બદલ નોટીસ આપવા મુદ્દે કોંગ્રેસનાં પ્રહાર, શહેર પ્રમુખે કહ્યું- માત્ર અધિકારીઓ નહીં પદાધિકારીઓ સામે પણ પગલાં લો

    17 hours ago

    રાજકોટ શહેરમાં રૂ. 74 કારોડના ખર્ચે બનતા સાંઢિયા પુલના નિર્માણ કાર્યમાં વ્યાપક ગેરરીતિઓ અને નબળી કામગીરીનો મામલો હવે ભારે ગરમાયો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ આ સમગ્ર પ્રોજેક્ટમાં ગંભીર ભ્રષ્ટાચાર થયાનાં ખુલ્લા આક્ષેપો કર્યા છે. જોકે આ ભ્રષ્ટાચાર સામે લાવવા બદલ મેયરની પ્રશંસા કરી છે. પણ આ કાર્યવાહી માત્ર નોટીસ પૂરતી સીમિત નહીં રાખીને અધિકારીઓ જ નહીં ભાજપના પૂર્વ પદાધિકારીઓ સામે પણ પગલાં લેવાની માંગ કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહ જાડેજાએ શાસકો પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, રાજકોટ મહાપાલિકામાં અગાઉના સમયમાં પણ ભારતીય જનતા પાર્ટીની જ બોડી કાર્યરત હતી, જેમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના તમામ સત્તાધીશો ભાજપના હતા. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થઈ છે અને જનતાના આશીર્વાદથી ફરી એકવાર મહાનગરપાલિકાના સત્તા સ્થાને ભાજપની જ બોડી બેઠી છે, જ્યારે જનતાએ વિરોધ પક્ષ તરીકેની લોકશાહીની પવિત્ર જવાબદારી કોંગ્રેસને સોંપી છે. વિપક્ષ તરીકે પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ અટકાવવો એ અમારી નૈતિક ફરજ છે. હાલમાં રાજકોટના મેયર ડો. નેહલ શુકલ દ્વારા સાંઢિયા પુલના ચાલી રહેલા બાંધકામનું સ્થળ ઉપર આકસ્મિક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન પુલના નિર્માણમાં અનેક પ્રકારની ગંભીર ટેકનિકલ ક્ષતિઓ, ખામીઓ અને નબળી ગુણવત્તાનું કામ થયું હોવાનું ખુદ મેયરે સ્વીકાર્યું છે અને તેને સત્તાવાર રીતે જાહેર પણ કર્યું છે. મેયરની આ કામગીરીને બિરદાવતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, વર્તમાન મેયરે સ્થળ પર જઈને તપાસ કરવાની અને આ ખામીઓ ખુલ્લી પાડવાની જે હિંમત બતાવી છે તે ખરેખર રાજકોટની જનતાના હિતમાં છે અને આવકારદાયક છે. પરંતુ આ સમગ્ર મામલો માત્ર નોટિસ આપવા પૂરતો જ સીમિત ન રહી જવો જોઈએ. જ્યારે આ પુલના નિર્માણ માટે જે તે એજન્સી કે કોન્ટ્રાક્ટરને કરોડો રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, ત્યારે પણ મહાનગરપાલિકામાં ભાજપના જ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા. તો પછી સવાલ એ ઊભો થાય છે કે જ્યારે આ કોન્ટ્રાક્ટ મંજૂર થઈ રહ્યો હતો અને કામ શરૂ થયું ત્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ કેમ ચૂપ રહ્યા? શું આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ મોટો ખેલ ચાલી રહ્યો હતો? તંત્રની આ નીતિ એવી દેખાઈ રહી છે કે જાણે 'તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાની વાત' થઈ રહી હોય! કામ નબળું થઈ ગયું, પ્રજાના નાણાં વેડફાઈ ગયા, ત્યાર પછી હવે તપાસના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું છે. ભૂતકાળમાં રાજકોટમાં બનેલી અત્યંત કમનસીબ અને ગોઝારી TRP ગેમઝોન અકસ્માતની ઘટનાનો ઉલ્લેખ કરતા કોંગ્રેસ પ્રમુખે આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં આપણે જોયું છે કે જ્યારે પણ કોઈ મોટી દુર્ઘટના ઘટે છે અથવા તો કોઈ મોટું કૌભાંડ પ્રકાશમાં આવે છે, ત્યારે શાસકો દ્વારા વહીવટી અધિકારીઓને જ આગળ ધરી દેવામાં આવે છે. આવા ભ્રષ્ટાચારના મોટા આખલાઓ રાજકોટ શહેરમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે, પરંતુ જ્યારે સજા કરવાની વાત આવે ત્યારે બલીનો બકરો હંમેશા નાના-મોટા અધિકારીઓને જ બનાવવામાં આવે છે. આનાથી સિસ્ટમ સુધરતી નથી કે કોઈ દાખલો બેસતો નથી. અસલી સવાલ એ છે કે આ સરકારી અધિકારીઓને આવા મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાની હિંમત અને પીઠબળ કોણ પૂરું પાડે છે? સત્તા પર બેઠેલા કયા રાજકીય નેતાઓના આશીર્વાદ તેમના પર છે તેની તપાસ થવી અનિવાર્ય છે. કોંગ્રેસ પક્ષ વતી ઉગ્ર માંગણી કરતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, માત્ર ભ્રષ્ટ એજન્સી, કોન્ટ્રાક્ટર કે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સામે નોટિસનું શસ્ત્ર ઉગામીને સંતોષ માનવાની જરૂર નથી. પરંતુ સત્તાના નશામાં ચૂર થઈને જે પદાધિકારીઓએ આ નબળી કામગીરીમાં પોતાના હાથ કાળા કર્યા છે, જે રાજકીય નેતાઓએ ભ્રષ્ટાચાર આચરવા એજન્સીઓને છાવરી છે, તેમની સામે પણ તટસ્થ તપાસ કરીને કાયદેસરના કડક પગલાં લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. જો આવા ચમરબંધી રાજકીય પદાધિકારીઓ સામે કડક કાયદાકીય દાખલો બેસાડવામાં આવશે, તો જ ભવિષ્યમાં રાજકોટ શહેરમાં ગમે તે પક્ષનું શાસન હોય, પ્રજાના ટેક્સના પરસેવાના પૈસા ભ્રષ્ટાચારના રાક્ષસના મોંમાં વેડફાતા બંધ થશે.
    Click here to Read More
    Previous Article
    ગત વર્ષે રાજકોટ જિલ્લાના કુલ 172 ફેટલ અકસ્માત સર્જાયા'તા:હાઇવે પર ડિવાઈડર તોડવા બદલ આટકોટ પોલીસમાં RB અધિકારીએ સરકારી મિલ્કતને રૂ.60 હજારનું નુકશાન પહોંચાડવા બદલ પ્રથમ ફરિયાદ નોંધાવી
    Next Article
    સુરેન્દ્રનગર બાળમંદિરમાં રોટરી ક્લબ દ્વારા વોટર કૂલર અર્પણ:બાળકોને ઉનાળામાં શુદ્ધ અને ઠંડુ પાણી મળશે, શાળાના આચાર્યએ આભાર માન્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment